ગરબાડા તાલુકાના ભરસડા,ભે,તથા ટુંકી ગામે પ્રાથમિક શાળાઓમાં તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. - At This Time

ગરબાડા તાલુકાના ભરસડા,ભે,તથા ટુંકી ગામે પ્રાથમિક શાળાઓમાં તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.


ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન નરેન્દ્રમોદી ની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં ત્રી દિવસીય શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ નો પ્રારંભ થયો છે ત્યારે ગરબાડા તાલુકાના ટુંકીવજુ માળ ફળિયા, ભૈ ગારી ફળિયા તથા ભરસડા ગામની પ્રાથમિક શાળાઓ ખાતે ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરે બાળકોને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર એ બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે શિક્ષણનીમહત્વ તેમજ કન્યા કેળવણીના મહત્વ વિશે સમજાવ્યું હતું.તથા શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે ગામના સરપંચ ,શિક્ષકો,વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.