ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ૨૫ થી વધુ માતાઓને જાગૃત જનની પુરસ્કાર એનાયત કરી સ્વાતંત્ર પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી.
અમરેલી ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ૨૫ થી વધુ માતાઓને જાગૃત જનની પુરસ્કાર એનાયત કરી સ્વાતંત્ર પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી.
ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ અમરેલી ખાતે ૧૭૧ થી વધારે વિદ્યાર્થીઓ એ સ્વાતંત્ર પર્વની અનોખી ઉજવણી કરી. અમરેલી વિસ્તાર કડવા પટેલ જ્ઞાતિ કેળવણી પ્રચારક મંડળ ના માનદ મંત્રી કનુભાઈ ગોજારીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ તકે કોમર્સ કોલેજ એન.સી.સી. ના વિદ્યાર્થીઓની બટાલિયન પણ પરેડ માટે ઉપસ્થિત રહી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે ૧૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ દ્વારા ૭ જેટલી અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી. દેશભક્તિ ગીતો પર ડાન્સ, વેશભૂષા તેમજ ભારતીય સ્વતંત્ર ના ઇતિહાસ પર વિશેષ નાટક વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું. આ ઉપરાંત દેશના વીર જવાનોની વીરતા નો પરિચય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ પિરામિડ દ્વારા કરાવવામાં આવ્યો. આ વિશેષ દિવસે શાળા માં નિયમિત અને સુવ્યવસ્થિત રીતે આવતા વિદ્યાર્થીઓ ના ૨૫ થી વધારે મતાઓનું જાગૃત જનની પુરસ્કાર થી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ માટે ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ના સમગ્ર શિક્ષકોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.