સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં પ્રથમ દિવસે ૨૪ ઉમેદવારી ફોર્મ ઉપડ્યાં
કલેક્ટર કચેરીમાં બે સ્થળે ઉમેદવારીપત્ર રજૂ કરવાની વ્યવસ્થા ગોઠવાઈ: સામાન્ય ઉમેદવારો માટે રૂ.૨૫,૦૦૦ અને અનુસૂચિત જાતિ, જનજાતિ ઉમેદવાર માટે રૂ ૧૨,૫૦૦ ડિપોઝીટ. ચૂંટણી અધિકારી કચેરીના ૧૦૦ મીટર વિસ્તારમાં પ્રતિબંધ. સાબરકાંઠા લોકસભા બેઠક માટે ઓબ્ઝર્વર નિમાયા સાબરકાંઠા લોકસભા બેઠક માટે ૨ ઓબ્ઝર્વરની નિયુક્તિ કરી છે. જેમાં રાજેન્દ્રકુમાર કટારા અને મનોજ સી.ની નિયુક્તિ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.