અમન પ્રાથમિક શાળા અમન લઘુમતી હાઈસ્કૂલ તારાપુર માં ધોરણ- 10 અને 12 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ યોજાયો - At This Time

અમન પ્રાથમિક શાળા અમન લઘુમતી હાઈસ્કૂલ તારાપુર માં ધોરણ- 10 અને 12 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ યોજાયો


અમન પ્રાથમિક શાળા અમન લઘુમતી હાઈસ્કૂલ તારાપુર માં ધોરણ- 10 અને 12 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ યોજાયો

આણંદ જિલ્લાના તારાપુર માં અમન પ્રાથમિક શાળા/અમન લધુમતિ ડાઈસ્કૂલ તારાપુરમાં ધો- 10 અને 12 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત તિલાવત્ત કુરઆન થી કરવામાં આવી હતી. કાર્યક્રમનાં મુખ્ય અતિથી વિશેષ મહેમાન ડૉ. આશિયાના સૈયદ મેડમ દ્વારા વિધાર્થીઓ ને પ્રેરણારૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. વર્ષ દરમ્યાન શાળામાં વિવિધ પ્રવૃતિઓ અને સ્પધાનું આયોજન કરવામાં આવેલ તેની અંદર પ્રથમ દ્ધિતીયા તૃતીય નંબર જીત કરનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગયા વર્ષ બોર્ડમાં ધોરણ - 10 અને 12 માં પ્રથમ અને હિતીય નંબર આવેલ વિદ્યાર્ત અને ઈનામ આવ્યું હતું. વિદાય લઈ રહેલા વિધાર્થી ઓએ પોતાનાં અનુભવો વકતવ્ય દ્વારા રજૂ કર્યા હતી. શાળાની નાની બાળકીઓ એ અભિનય સાથે નજમ રજૂ કરી હતી. તેમજ શાળાના કાર્યકમમાં ટ્રસ્ટીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળા ના આચાર્ય શકિલ સાહેબે વિધાર્થીઓ ને પ્રેરણારૂપ સૂચનો કર્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર ‌-મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.