રાજકોટના લોકમેળામાં ખાણીપીણીના 35 સ્ટોલ પર આરોગ્ય વિભાગના દરોડા, 78 કિલો વાસી ખોરાકનો નાશ - At This Time

રાજકોટના લોકમેળામાં ખાણીપીણીના 35 સ્ટોલ પર આરોગ્ય વિભાગના દરોડા, 78 કિલો વાસી ખોરાકનો નાશ


સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળામાં પ્રથમ બે દિવસમાં 2 લાખથી વધુ લોકોએ મેળાની મોજ માણી છે. બે વર્ષ બાદ યોજાયેલ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો 5 દિવસ સુધી ચાલવાનો છે ત્યારે આજે મેળાના ત્રીજા દિવસે રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા આઝાદી કે અમૃત મેળામાં આવેલ ખાણીપીણીના સ્ટોલ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કુલ 35 સ્ટોલ પર ચેકીંગ હાથ ધરી સ્થળ પર જ 78 કિલો અખાદ્ય સામગ્રીનો નાસ કરવામાં આવ્યો હતો અને જરૂરી વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.