અમેરિકામાં ટેસ્લા કાર 7 વખત પલટી, VIDEO:ડ્રાઈવર સહિત 3 લોકો માંડ માંડ બચ્યા; પ્રત્યક્ષદર્શીએ કહ્યું- કારની સ્પીડ 161 કિમી/કલાક હતી - At This Time

અમેરિકામાં ટેસ્લા કાર 7 વખત પલટી, VIDEO:ડ્રાઈવર સહિત 3 લોકો માંડ માંડ બચ્યા; પ્રત્યક્ષદર્શીએ કહ્યું- કારની સ્પીડ 161 કિમી/કલાક હતી


અમેરિકાના કેલિફોર્નિયામાં ટેસ્લા કારનો અકસ્માત થયો હતો. આ દરમિયાન કાર 7 વખત પલટી ગઈ હતી, પરંતુ તેમ છતાં ડ્રાઈવર સહિત 3 લોકોને સામાન્ય ઈજા થઈ હતી. કાર પલટી જવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેમાં મહિલા ડ્રાઈવર અને કારમાં હાજર અન્ય વ્યક્તિ ફોન કરીને મદદ માંગતી જોવા મળે છે. અમેરિકન મીડિયા KTLA ન્યૂઝ અનુસાર, ડ્રાઈવર ખૂબ જ તેજ ગતિએ કાર ચલાવી રહ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો. આ ઘટનાને જનરે જોનારે કહ્યું કે, કારની ઝડપ લગભગ 161 કિમી પ્રતિ કલાકની હતી. કાર પલટી જતાં 6 વાહનો સાથે અથડાઈ હતી. જેના કારણે બીજી કાર પણ પલટી ગઈ હતી. પોલીસને શંકા- મહિલા ડ્રાઈવર નશામાં હતી
લાલ બત્તી પર રાહ જોઈ રહેલા અન્ય એક સાક્ષીએ કહ્યું કે, તે કાર આવી અને મારી બાજુમાં ટકરાઈ. મને ખબર નથી કે હું કેવી રીતે બચી ગયો. નજીકમાં કામ કરતા એક કર્મચારીએ જણાવ્યું કે, જ્યારે કાર ટકરાઈ ત્યારે ટાયરનો અવાજ સંભળાયો હતો. મેં પોતે ક્રેશ જોયો. તે ડરામણો હતો. ઘટનાસ્થળે પહોંચેલા પ્રથમ વ્યક્તિએ તરત જ મહિલા ડ્રાઈવરને બહાર કાઢી અને તેને હોસ્પિટલ લઈ ગઈ. જો કે મહિલાને ગંભીર ઈજા થઈ નથી. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. તેને શંકા હતી કે ડ્રાઈવર દારૂ કે ડ્રગ્સના નશામાં હતો. એલોન મસ્કે કહ્યું- સુરક્ષા અમારા માટે સૌથી મહત્વપૂર્ણ
ટેસ્લાના માલિક એલોન મસ્કે વીડિયોને ફરીથી શેર કર્યો અને લખ્યું, લોકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. આ કાર ટેસ્લાની ઇલેક્ટ્રિક એસયુવી કાર હતી. અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર લોકો ટેસ્લા કારના સિક્યોરિટી ફીચર્સનાં વખાણ કરી રહ્યાં છે. વીડિયો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે ટેસ્લા કાર ઈંધણ પર નથી ચાલતી, તેથી તે 100 ગણી સુરક્ષિત છે. આ ટેસ્લા કારની ખાસિયત તેની ટોપ સ્પીડ છે, જે 249 કિમી પ્રતિ કલાક છે. જ્યારે અન્ય એક યુઝરે એક પોસ્ટમાં તેને વિશ્વની સૌથી સુરક્ષિત કાર ગણાવી હતી. આ સમાચાર પણ વાંચો... અમેરિકામાં 3 ગુજરાતી મહિલાનાં મોત:આણંદની પટેલ મહિલાઓની SUV કાર 4-6 લેન ક્રોસ કરી ગઈ, વૃક્ષ સાથે અથડાતાં પહેલાં 20 ફૂટ સુધી ઊછળી અમેરિકામાં માર્ગ અકસ્માતની ઘટનામાં 3 ગુજરાતી મહિલાનાં મોત થયાં હતા. જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ત્રણેય મૃતક મહિલા આણંદ જિલ્લાની વતની હતી. વિગતો મુજબ, મહિલાઓ કારમાં જઈ રહી હતી ત્યારે તેમની કાર ઓવરપાસ સાથે અથડાઈને ચાર લેન કૂદી ઝાડ સાથે અથડાઈ હતી. અમેરિકાના જ્યોર્જિયા ખાતે રહેતાં કાવિઠા ગામનાં રેખાબેન દિલીપભાઈ પટેલ, સંગીતાબેન બી. પટેલ અને મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલ સહિત આ ચાર મહિલા એટલાન્ટાથી ગ્રીન વિલા, સાઉથ કેરોલિનામાં જઈ રહી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ઓવરપાસ સાથે અથડાઈ હતી. ટ્રાફિકની ચાર લેન વટાવીને એ ઝાડીમાં 20 ફૂટ ઊંચા ઝાડ સાથે અથડાઈ હતી. SUV એકથી વધુ જગ્યાએ અથડાયા બાદ કારના ટુકડા થઈ ગયા હતા અને ત્રણ મહિલાનાં મોત થયાં હતા, જ્યારે એકની હાલત ગંભીર હતી. આ બનાવની જાણ કાવિઠા અને વાસણા બોરસદ પહોચતાં સ્વજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. આણંદ મૂળની 3 મહિલાનાં મોત
અમેરિકાના સાઉથ કેરોલિનામાં ગ્રીનવિલેમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં મૂળ આણંદ જિલ્લાની રહેવાસી 3 મહિલા- રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ અને મનીષાબેન પટેલનાં મોત થયાં હતાં. મૃતકોમાં બે મહિલા આણંદના વાસણા ગામની, જ્યારે એક મહિલા કાવિઠા ગામની વતની હતી. જ્યારે કારમાં સવાર અન્ય એક મહિલા કામીનીબેન જીતેન્દ્રભાઈ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું. આ ત્રણેય મહિલાઓ વચ્ચે દેરાણી-જેઠાણીનો સંબંધ
આ ત્રણેય મહીલાઓ વચ્ચે દેરાણી-જેઠાણીનો સબંધ હતો. આશરે ત્રણેયની ઉંમર 60 થી 65 વર્ષની હતી. આ ત્રણેય મહિલાઓ 30-35 વર્ષ અગાઉ પરિવાર સાથે અમેરિકા ગયાં હતાં અને ત્યાં જ સ્થાયી થયાં હતાં. અમેરિકામાં આ ત્રણેય મહિલાઓ પોતાના પરિવાર સાથે અલગ-અલગ રહેતાં હતાં. ખાસ લગ્નપ્રસંગે જ ભારત આવતાં હતાં. ઓવરસ્પીડને કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન
સ્થાનિકોના જણાવ્યા મુજબ, મહિલાઓ કારમાં સવાર થઈને એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કેરોલિના જઈ રહી હતી. આ દરમિયાન જ તેમની કારને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, કાર ઓવરસ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. તો મહિલાઓનાં મોતથી તેમના વતનમાં પણ શોકની લાગણી ફેરાઈ ગઈ હતી. અકસ્માત બાદ કાર 20 ફૂટ સુધી હવામાં ઊછળી
સ્થાનિક પોલીસ મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર 20 ફૂટ સુધી હવામાં ઊછળી હતી અને બ્રિજની બીજી બાજુ આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સ્પીડ કેટલી હતી એને લઈને પોલીસ હાલમાં તપાસ કરી રહી હતી. ગ્રીનવિલે કાઉન્ટી કોરોનર ઑફિસના અહેવાલ પ્રમાણે, SUV, I-85 ઉત્તર તરફ યાત્રા કરતી વખતે અચાનક નિયંત્રણ ગુમાવ્યું અને ડિવાઇડર પર ચઢી ગઈ, ત્યાર બાદ કાર પુલની વિપરીત દિશામાં ઝાડ સાથે અથડાઈ. ઝાડ સાથે અથડાતાં પહેલાં એ 20 ફૂટ હવામાં ઊજળી હતી. કારની હાલત જોઈને લાગતું હતું કે, આ અકસ્માત ખૂબ જ ભયાનક રહ્યો હશે. અકસ્માતની તસવીરો જુઓ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.