કાશ્મીરમાં સફળ પ્રયોગ:જીપીએસ દ્વારા આતંકવાદીઓ પર નજર રહેશે
જામીન પર છૂટીને આવતા આતંકવાદીઓ અને ડ્રગ ડિલરો ક્યાં જાય છે, કોને મળે છે એ જમ્મુ-કાશ્મીર પોલીસ આસાનીથી એ પણ 24 કલાક જાણી શકે છે. પોલીસ હેડક્વાર્ટર સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે વિશેષ એનઆઇએ કોર્ટના આદેશ બાદ આતંકી ફંડિંગ, આતંકવાદી ગતિવિધિઓ અને ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા 34 આરોપીઓના પગમાં જીપીએસ ડિવાઈસ ફીટ કરવામાં આવ્યા છે. પહેલા આ લોકો જામીન પર છૂટતાની સાથે જ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થઈ જતા હતા, પરંતુ હવે એવું નથી થઈ રહ્યું. તેમના દરેક લોકેશનને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. જો તેઓ વિસ્તારની બહાર અથવા કોઈપણ આતંકવાદી હોટ સ્પોટ પર જાય છે, તો કમાન્ડ સેન્ટરને એલર્ટ મેસેજ મળે છે. જો આવા પ્રયાસો વારંવાર કરવામાં આવે તો જામીન રદ થઈ શકે છે. આ સાથે, અમે આતંકવાદી ઘટનાઓ બનતા પહેલા અટકાવી શકીએ છીએ. બીજું- આરોપીને પણ સુધરવાની તક મળી રહી છે. ડિવાઇસ પહેરવું હવે જામીનની મહત્ત્વની શરત
નવેમ્બર 2023માં વિશેષ એનઆઇએ કોર્ટે આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ આરોપીઓને ટ્રેકર ડિવાઈસ પહેરવાનો આદેશ આપ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, આ પછી, આતંકવાદી ગુલામ મોહમ્મદ ભટને યુએપીએ કાયદા હેઠળ પ્રથમ જીપીએસ ઉપકરણ સાથે ફીટ કરવામાં આવ્યું હતું. તેનું સારું પરિણામ આવ્યું તો ડ્રગ્સ આરોપીઓને ડિવાઇસ પહેરાવવામાં આવી. હવે ઉપકરણને પગમાં બાંધવાની શરતે જ જામીન આપવામાં આવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.