લખતર ગ્રામ પંચાયત બની ત્યારથી 2001 સુધીના તમામ મહત્વના દસ્તાવેજી પુરાવા ધૂળ થઈ ગયા
લખતર ગ્રામ પંચાયત બની ત્યારથી 2001 સુધીના તમામ મહત્વના દસ્તાવેજી પુરાવા ધૂળ થઈ ગયા
હાલ લખતર ગામના લોકો કોઈપણ જુના દસ્તાવેજી પુરાવા આપવા લેખિત અરજી કરે છે ત્યારે જુના દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ નથી તેવા જવાબ મળે છે
લખતર ગ્રામ પંચાયત બની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ પછી લખતર આથમણા દરવાજા ઉપર મેડી બનાવી ગ્રામ પંચાયતમાં નોકરી કરતા કર્મચારીઓ સહિતના હોદેદારો ગ્રામ પંચાયતમાં બેસી લખતર ગામનો વહીવટ કરતા હતા જ્યારે 2001માં ભંયકર ભૂકંપ આવ્યો અને આથમણા દરવાજા ઉપરની મેડી જર્જરિત થઈ પછી ગ્રામ પંચાયત જુના બાલ મંદિરમાં ફેરવવામાં આવી લખતર ગામના ભામાશા તરીકે ઓળખાતા દિવંગત વજુભાઈ ઓઝાએ નવુ ગ્રામ પંચાયત ભવન બનાવી આપ્યું ત્યારથી ગ્રામ પંચાયત નવા ગ્રામ પંચાયત ભવનમાં બેસે છે ગ્રામ પંચાયત બેવાર બદલાણી પરંતુ મહત્વના દસ્તાવેજી પુરાવા આથમણા દરવાજા ઉપરની ગ્રામ પંચાયત રહી ગયા 2001 પછી આવેલ કોઈપણ તલાટી કોઈપણ સરપંચને નવી ગ્રામ પંચાયતમાં કે અન્ય કોઈપણ જગ્યાએ સ્ટ્રોંગરૂમ બનાવી લખતર ગામના દસ્તાવેજી પુરાવા સાચવવાની તસ્દી લીધી નહિ હાલમાં આથમણા દરવાજા ઉપરની જૂની ગ્રામ પંચાયતમાં લખતર ગામના મહત્વના દસ્તાવેજી પુરાવા ધુળધાણી થઈ ગયા છે લખતર ગામના કોઈપણ નાગરિક જુના દસ્તાવેજી પુરાવા માટે અરજી કરેતો જુના દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ નથી તેવા જવાબ આપવામાં આવે છે તો લખતર ગામના જુના દસ્તાવેજી પુરાવા ધૂળધાણી થઈ ગયા તેના માટે જવાબદાર કોણ ? 2001 થી 2024 સુધીના તમામ તલાટી અને મારું ગામ છે તેવી ભાવના વગરના તમામ સરપંચ કે જેમને ક્યારેય વિચાર્યું નહિ કે મારા ગામના લોકો દસ્તાવેજી પુરાવા વગર પરેશાન થશે તે તમામ આના માટે જવાબદાર છે સૂત્રો લોકમુખે ચર્ચાતી વિગત મુજબ તેઓ ગામનું ભલું કરવા નહિ પણ ભ્રષ્ટાચાર કરવા માટે થઈને ચૂંટણી લડી ગ્રામ પંચાયતના હોદેદારો બને છે
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.