રાણાવાવ ખાતે યોજાયેલા કલાઉત્સવ = સ્પર્ધામાં ભોદની શાળા બની વિજેતા - At This Time

રાણાવાવ ખાતે યોજાયેલા કલાઉત્સવ = સ્પર્ધામાં ભોદની શાળા બની વિજેતા


રાણાવાવના બી.આર.સી ભવન ખાતે યોજાયેલ તાલુકાકક્ષા કલા ઉત્સવ-૨૦૨૪ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્રસ્પર્ધા, બાલકવિ સ્પર્ધા, સંગીત ગાયન, સંગીત વાદન સ્પર્ધા વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન થયું હતુ.જેમાં શ્રી ભોદ સીમશાળા નં-૧ ની ધો-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ટુકડીયા નિરાલી કાનજીભાઈએ બાળ કવિ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો તેમજ રોકડ ઈનામ રૂ.૩૦૦ તથા શિલ્ડ અને પ્રમાણપત્ર તેમજ અભ્યાસ ઉપયોગી કીટ ઉપરાંત રાણાવાવ તાલુકા પ્રાથમિક શિક્ષક ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી તરફથી વિધાર્થિનીને એક સ્ટીલની વોટર બોટલ ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થયેલ છે.આથી શાળાની એસ.એમ.સી સમિતિના અધ્યક્ષ વેજાભાઈ કોઠારી શાળાના આચાર્ય ભરતભાઈ વાઢિયા તથા સમસ્ત શાળા પરીવારવતી વિજેતા થયેલ વિદ્યાર્થિની તથા તેમને તૈયારી કરાવનાર શિક્ષક અમિતભાઈ સાતાને અભિનંદન પાઠવવામાં આવેલ છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.