ફલાઈટમાં વરિષ્ઠ IPS ઓફિસરની તબિયત બગડી, રાજ્યપાલે ડોકટર તરીકેની ફરજ અદા કરી જીવ બચાવ્યો
નવી દિલ્હી, તા. 24. જુલાઈ 2022 રવિવારદિલ્હીથી હૈદ્રાબાદ જઈ રહેલી ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને ફ્લાઈટમાં ઈમરજન્સી ઉભી થયા બાદ ડોક્ટર તરીકેની પોતાની ફરજ નિભાવી હતી.ટ્વિટર યુઝરે સુંદરરાજનની તસવીરો પણ શેર કરી છે અને તેમાં તેઓ સારવાર કરતા હોય તેવુ જોઈ શકાય છે.ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે ફ્લાઈટમાં બીમાર થયેલા મુસાફર વરિષ્ઠ આઈપીએસ અધિકારી કૃપાનંદ ત્રિપાઠી હતા.તેમને બાદમાં ડેંગ્યુ થયો હોવાનુ નિદાન કરાયુ હતુ.હાલમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે.આંધ્રપ્રદેશ કેડરના સભ્ય અને હાલમાં એડિશનલ ડીજીપી તરીકે ફરજ બજાવી રહેલા કૃપાનંદ ત્રિપાઠીએ કહ્યુ હતુ કે, મેડમ ગર્વનરે મારો જીવ બચાવ્યો છે.અડધી રાત્રે ફલાઈટમાં મારી તબિયત બગડી હતી અને તેમણે એક માતાની જેમ મારી સારવાર કરી હતી.નહીંતર હું હોસ્પિટલ ના પહોંચી શક્યો હોત.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.