શ્રી પી. પી. આર. શાહ હાઈસ્કૂલ, લીંબોદરા ખાતે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાાન-પર્યાવરણ પ્રદર્શન.
કલોલ તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન આજ રોજ શ્રી પી. પી. આર. શાહ હાઈસ્કૂલ, લીંબોદરાના પટાંગણમાં કરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ગાંધીનગર અને સુંદરમ્ શાળા વિકાસ સંકુલ-કલોલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ વિજ્ઞાન મેળામાં સમગ્ર તાલુકાની જેટલી શાળાના અંદાજીત બાળ વૈજ્ઞાાનિકોએ ભાગ લીધો હતો.
*"ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી"* વિષયના મુખ્ય ઉદ્દેશને અનુરૂપ જેવા વિષય મુખ્ય હતાં.
પ્રદર્શનના અધ્યક્ષશ્રી ડી. એસ. પટેલ (નાયબ નિયામકશ્રી : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ), દાતાશ્રી પ્રવિણસિંહ રાયસિંહ વાઘેલા, દીપ પ્રાગટયકર્તા ડૉ. હિતેષભાઈ દવે (પ્રાચાર્યશ્રી : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ગાંધીનગર), ઉદઘાટકશ્રી ડૉ. ભગવાનભાઈ પ્રજાપતિ (જિ. શિ. અધિકારીશ્રી - ગાંધીનગર) અને અતિથિ વિશેષશ્રીઓ સર્વેશ્રી પ્રદીપસિંહ ચાવડા, હર્ષવર્ધનસિંહ વાઘેલા તથા અશોકસિંહ વાઘેલાની અભિપ્રેરક ઉપસ્થિતિ નોંધનીય રહી હતી.
"શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા" ના ગણિત-વિજ્ઞાાન શિક્ષકશ્રી રાકેશ પ્રજાપતિ અને અંકિતાબેન પટેલના પ્રોત્સાહક માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ પ્રોજેક્ટ *"નકામી પ્લાસ્ટિક બોટલોમાંથી ટ્રીગાર્ડ", "વિદ્યુતઊર્જા ઉત્પન્ન કરતો ચૂલો", "આયુર્વેદિક હેર ડાઈ" તથા "વૈદિક ગણિતની મદદથી સરળ ગાણિતિક ક્રિયાઓ"* અનેરા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી અને સારસ્વત મિત્રો ખડેપગે સેવારત રહ્યાં હતાં એમ એક અખબારી યાદીમાં આચાર્ય સંઘના સંગઠન મંત્રીશ્રી ભાવેશભાઈ જોષી જણાવે છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.