ભરઊંઘમાં સૂતેલી 13 વર્ષની પુત્રીની આબરૂ લૂંટવાની કોશિશ કરી રહેલા શખ્સને ઊંધી કુહાડીનો એક ઘા ઝીંકી પિતાએ પતાવી દીધો
હત્યા કર્યા બાદ રાત્રે જ લાશને તાડપત્રી ઢાંકી કપાસની સાંઠી નીચે છુપાવી દીધી
શહેરની ભાગોળે કાલાવડ રોડથી ન્યારી ડેમ તરફના રસ્તા પર લગુન્સ રિસોર્ટની સામે આવેલા મેદાનમાંથી કપાસની સાંઠીઓ નીચે છુપાવેલી લાશ મળી આવી હતી. આ લાશ પરપ્રાંતીય યુવકની હતી. પરપ્રાંતીય શખ્સે ઘટનાસ્થળ નજીક આવેલા વરંડામાં રહેતા ચોકીદારની 13 વર્ષની પુત્રીની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતાં સગીરાના પિતાએ પરપ્રાંતીય શખ્સને ઊંધી કુહાડીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી લાશને છુપાવી દીધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.