ધોરણ ૯ અને ૧૧માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ હવેરિ-ટેસ્ટ આપી શકશે
ધોરણ ૯ અને ૧૧માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ હવેરિ-ટેસ્ટ આપી શકશે
અગાઉ રિ-ટેસ્ટ લેવાતી ન હોવાથી એક વર્ષ સુધી રાહ જોવી પડતી
ચાલુ વર્ષે ૨૯ જૂન સુધીમાં પરીક્ષાનું આયોજન કરવા શિક્ષણ બોર્ડની શાળાઓને સૂચના.
રાજ્યમાં ધોરણ-૯ અને ૧૧માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ લેવાનો શિક્ષણ બોર્ડ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અગાઉ રિટેસ્ટની જોગવાઈ ન હોવાથી નાપાસ વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી રાહ જોવી પડતી હતી. આ જોગવાઈનો અમલ પણ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી કરવાનું નક્કી કરાયું છે. ધોરણ-૯ અને ૧૧માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા સ્કૂલોએ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થયાના ૧૫ દિવસમાં લેવાની રહેશે. ચાલુ વર્ષે આ પરીક્ષા ૨૯ જૂન સુધીમાં લેવા માટે શાળાઓને સૂચના આપવામાં આવી છે.
ધોરણ-૯ અને ધોરણ-૧૧માં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે પુન: પરીક્ષા લેવા અંગેની રજૂઆતો શાળાઓ અને વાલીઓ તરફથી બોર્ડને મળી હતી. આ બાબતને ધ્યાનમાં લઈને શિક્ષણ બોર્ડની તાજેતરમાં શૈક્ષણિક સમિતિની બેઠક મળી હતી. જેમાં હાલના વર્ગ બઢતીના નિયમોમાં ધોરણ-૯, ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહ માટે નિયમોમાં ઉમેરો કરવામાં આવ્યો છે અને તેનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩- ૨૪થી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯ અને ૧૧ના વર્ગ બઢતીના નિયમોમાં જો જોગવાઈનો ઉમેરો કરવામાં આવ્યો છે તેમાં વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. જોગવાઈમાં બોર્ડ દ્વારા જણાવાયું છે કે, જે વિદ્યાર્થી જે શૈક્ષણિક વર્ષની વાર્ષિક પરીક્ષાના પરિણામમાં જે વિષયોમાં નાપાસ થયેલો હોય તેવા વિદ્યાર્થી માટે શાળા કક્ષાએ તે વિષયોની પુનઃ પરીક્ષા ત્યાર પછીના શૈક્ષણિક વર્ષની શરૂઆતના ૧૫ દિવસમાં લેવાની રહેશે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.