બોટાદના મનોદિવ્યાંગ બાળકોએ પાઠવ્યો અવશ્ય મતદાન કરવા સંદેશ
બોટાદના મનોદિવ્યાંગ બાળકોએ પાઠવ્યો અવશ્ય મતદાન કરવા સંદેશ
બોટાદમાં આગામી લોકસભા ચૂંટણીમાં કોઈપણ મતદાર પોતાના મતદાન કરવાના અધિકારથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટરશ્રીનાં માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિને લગતા સતત પ્રયાસો થઈ રહ્યાં છે. જેનાં અનુસંધાને બોટાદ જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી ‘આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ સ્નેહનું ઘર’ સંસ્થા દ્વારા મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બોટાદ શહેર અને ગામડાઓમાં વસવાટ કરતા દિવ્યાંગજનો મતદાનથી વંચિત રહી ન જાય અને લોકશાહીના પર્વમાં મતદાન થકી સહભાગી બને તે માટે તેઓની મુલાકાત લઈને લોકશાહીમાં મતદાનનું મૂલ્ય સમજાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત બોટાદ શહેર તેમજ ગામડાઓમાં આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના બકુલાબેન, નીમીશાબેન, માયાબેન, નીલમબેન, અમિતભાઈ, રમેશભાઈ તેમજ પ્લેસમેન્ટ સ્ટુડન્ટ મુન્નાભાઈ મેર દ્વારા રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. અને તમામ દિવ્યાંગોને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતાં અને મહત્તમ લોકો લોકશાહીના પર્વમાં જોડાય તેવા સઘન પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.