રાજકોટમાં VCEકર્મીએ કહ્યું: ‘ચૂંટણી લડીને હક્ક મેળવવો છે’, પડતર પશ્નો ઉકેલવા વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે
ગુજરાત રાજ્યમાં છેલ્લા 43 દિવસથી VCE કર્મીઓની હડતાળ ચાલતી હતી. જોકે ગુજરાત સરકારે ફરી એકવાર પ્રશ્નોનો ઉકેલ લાવવા અંગેનું આશ્વાસન આપતા આ હડતાળ સમેટી લવામાં આવી છે. પરંતુ VCEઓને હવે સરકારના આ આશ્વાસન પર ભરોસો નથી. અને વિધાનસભા ચૂંટણી લડીને પોતાનો હક્ક મેળવવા માટેની તૈયારીઓ VCEઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. આજ રોજ બહુમાળી ભવન ચોક ખાતેથી VCEઓ દ્વારા આ અંગેની વિગતો આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.