ધંધુકા તાલુકાના હડાળા ગામ ખાતે શ્રી ડોહાબાપા ધામ ના આંગણે વિષ્ણુ યજ્ઞ મહોત્સવની ઉજવણી કરાઈ - At This Time

ધંધુકા તાલુકાના હડાળા ગામ ખાતે શ્રી ડોહાબાપા ધામ ના આંગણે વિષ્ણુ યજ્ઞ મહોત્સવની ઉજવણી કરાઈ


ધંધુકા તાલુકાના હડાળા ગામ ખાતે શ્રી ડોહાબાપા ધામ ના આંગણે વિષ્ણુ યજ્ઞ મહોત્સવની ઉજવણી કરાઈ

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના હડાળા ગામે 350 સાડા ત્રણસો વર્ષ પહેલાં સોલંકી રાજપૂત પરિવારના મિંઢોલ બંધા શ્રી કરણસિંહ સોલંકી એ ગાયો ના રક્ષણ માટે હડાળા (ભાલ) ના સીમાડા માં શહાદત વ્હોરી હતી ...જે દિવસે ગાયો ના રક્ષણ માટે પ્રાણ આપ્યા તે જ દિવસે તેઓ ગાયો ના રક્ષણ માટે પ્રાણ આપ્યા ...એમની સાથે જ તેમની વ્હાલી ઘોડી અને કુતારી બંને એ પણ આ સમરાગન માં પોતાના પ્રાણ આપેલ ...આજે પણ ડોહા બાપા ગામના તમામ લોકોને જાગતા પરચા પૂરા પાડે છે ...સમગ્ર ગામ એમને આજે ડોહબાપા તરીકે પૂજે અને માને છે ...એમને વીર ગાથા અને ગામ ના અઢારેય વરણ એમને લોકદેવતા તરીકે પૂજે છે ...તેથી 16 મે ના રોજ સમગ્ર ગામ દ્વારા દિવસે વિષ્ણુ યજ્ઞ અને સાંજે લોક ડાયરા નું આયોજન કરેલ અને સાથો સાથ ગામ ધુમાડો બંધ રાખવામાં આવેલ ..કોઈ પણ જ્ઞાતિ જાતિના બાદ વગર તમામ લોકો એક જ સાથે ભોજન લીધેલ એ ડોહા બાપા ની ભક્તિ નું ઉત્તમ ઉદાહરણ છે ...એના કારણે જ ડોહા બાપા ધામ એ સમાનતા નું કેન્દ્ર છે.

રીપોર્ટર : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.