ગુજરાતના હિસ્ટોરિક્લ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર સંસ્થા દ્વારા " અતુલ્ય વારસો કચ્છ વિશેષાંક "કચ્છ ના મહારાણી ‌શ્રી પ્રીતિદેવીજી ને પુસ્તક અર્પણ કરવામાં આવ્યું - At This Time

ગુજરાતના હિસ્ટોરિક્લ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર સંસ્થા દ્વારા ” અતુલ્ય વારસો કચ્છ વિશેષાંક “કચ્છ ના મહારાણી ‌શ્રી પ્રીતિદેવીજી ને પુસ્તક અર્પણ કરવામાં આવ્યું


ગુજરાતના હિસ્ટોરિક્લ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર સંસ્થા દ્વારા
તાજેતરમાં જ તૈયાર કરવામાં આવેલ કચ્છની મનમોહક ભૂમિને સમર્પિત "અતુલ્ય વારસો કચ્છ વિશેષાંક" આજરોજ કચ્છ મહારાણીશ્રી પ્રીતિદેવીજીને અર્પણ કરવામાં આવ્યો. આ નિમિત્તે રાજવી પરિવારના અન્ય સભ્યો પણ જોડાયા હતા તથા કચ્છ પ્રવાસન અને તેના ઇતિહાસ વિશે ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ ૨૦૨૩-૨૪ ના હેરિટેજ પ્રવાસન (દેવપર હોમસ્ટે) કેટેગરીમાં નોમિનેટેડ કૃતાર્થસિંહ જાડેજાને અતુલ્ય વારસો ટીમ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટીમ અતુલ્ય વારસોમાંથી કપિલ ઠાકર, નરેન્દ્ર ઓતિયા અને રોનક રાણા જોડાયા હતા અને કચ્છથી સંજય ઠાકર, નરેશ અંતાણી, બીપીન સોની, પ્રમોદ જેઠી, દલપત દાણીધારીયા વગેરે જોડાયા હતા.

ટીમ અતુલ્ય વારસોને કચ્છ મહારાણીશ્રી પ્રીતિદેવીજી એ કરેલ સહયોગ બદલ તેમનો ખૂબ ખુબ આભાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.