ગીર સોમનાથમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાની અધ્યક્ષતામાં ડ્રમ ટોકર તથા સોલર પાવર યુનિટ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો*
*ગીર સોમનાથમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાની અધ્યક્ષતામાં ડ્રમ ટોકર તથા સોલર પાવર યુનિટ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો*
-------------------
*કૃષિ વિભાગના ડ્રમ અને ટોકર તથા સોલર પાવર યુનિટ કીટ ખરીદી માટે સહાય યોજનાનો શુભારંભ*
------------------
*જિલ્લાના સોલાર પાવર યુનિટ યોજનાનાં ૧૦ લાભાર્થીઓને રૂ. ૧.૫ લાખ તથા ડ્રમ અને ટોકર યોજનાનાં ૪૭ લાભાર્થીઓને રૂ. ૦.૯૪ લાખનાં પૂર્વ મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા*
------------------
*ગીર સોમનાથ, તા.૨૦:* કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રીશ્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં કૃષિ વિભાગના ડ્રમ અને ટોકર તથા સોલર પાવર યુનિટ કીટ ખરીદી માટે સહાય યોજનાના શુભારંભ તેમજ ગુજરાત એગ્રો ઇંન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડના નવીન એગ્રો બિઝનેશ સેન્ટરના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તા:૨૦/૧૦/૨૦૨૨ના રોજ સ્વર્ણીમ સંકુલ-૧, ગાંધીનગર ખાતેથી રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આયોજિત થયો હતો.
આ કાર્યક્રમને સમાંતર ગીર સોમનાથ જિલ્લામાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી લાલવાણી દ્વારા યોજનાની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ રામીબહેન વાજા અને જિલ્લા પંચાયત ગીર સોમનાથનાં ઉપસ્થિત પદાધિકારીશ્રીઓનાં વરદ હસ્તે ગીર સોમનાથ જિલ્લાના સોલાર પાવર યુનિટ યોજનાનાં કુલ ૨૯૩ લાભાર્થીને નાણાકીય સહાય રૂ. ૪૩.૯૫ લાખ પૈકી ૧૦ લાભાર્થીઓને નાણાકિય રૂ. ૧.૫ લાખ તથા ડ્રમ અને ટોકર યોજનાનાં ગીર સોમનાથ જિલ્લાનાં કુલ ૧૪,૫૭૮ લાભાર્થીને નાણાકિય સહાય રૂ. ૨૯૧.૫૬ લાખ પૈકી ૪૭ લાભાર્થીઓને નાણાકિય રૂ. ૦.૯૪ લાખનાં પૂર્વ મંજૂરી પત્રો પ્રતિકાત્મક રૂપે એનાયત કરવામાં આવેલ હતા.
વધુમાં જિલ્લાનાં આ યોજના હેઠળનાં પાત્રતા ધરાવતાં લાભાર્થીઓને પૂર્વ મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ હોય, નજીકનાં દિવસોમાં તમામ લાભાર્થીઓને પૂર્વ મંજૂરીઓ આપવામાં આવશે. પૂર્વ મંજૂરી મળ્યા બાદ લાભાર્થીઓએ યોજનાં હેઠળનાં ઘટકની ખરીદી કરી યોજનાનાં ઠરાવ મુજબ જરૂરી સાધનિક પુરાવા સાથેની દરખાસ્ત વિસ્તરણ અધિકારી (ખેતી)/તાલુકા અમલીકરણ અધિકારીની કચેરી ખાતે રજૂ કરવાની રહેશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.