ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી ૧૦૦ % મુદ્દામાલની રીકવરી કરતી કુતિયાણા પોલીસ - At This Time

ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી ૧૦૦ % મુદ્દામાલની રીકવરી કરતી કુતિયાણા પોલીસ


ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી ૧૦૦ % મુદ્દામાલની રીકવરી કરતી કુતિયાણા પોલીસ

ગઇ તા.૧૫/૦૫/૨૦૨૪ ના રોજ ફરીયાદી સુધીરભાઇ પરસોતમભાઇ ગઢીયા ઉ.વ.૨૮ ધંધો.ખેતીકામ રહે.જુણેજગામ કુંભાર ફળીયુ તા.કુતિયાણા જી.પોરબંદર વાળાએ પો.સ્ટે. આવી જાહેર કરેલ કે, ગઇ તા.૧૧/૦૫/૨૦૨૪ ના ક.૧૪/૦૦ થી તા.૧૩/૦૫/૨૦૨૪ ના ક.૧૧/૦૦ દરમ્યાન કોઈપણ સમયે પોતાના રહેણાંક મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રહેલ રોકડા રૂા.૫,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોવાની હકિકત જણાવતા કુતિયાણા પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ એ- ૧૧૨૧૮૦૦૪૨૪૦૨૧૫/૨૦૨૪ IL.P.C. કલમ.૪૫૪,૪૫૭,૩ ૮૦ મુજબ ગુનો દાખલ કરેલ જે ગુનાનો ભેદ ઉકલવા જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ નાઓએ ખાસ સુચના આપેલ હોય જે અન્વયે ઇ/ચા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પોરબંદર ગ્રામ્ય શ્રી સાહિત્યા.વી. સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. શ્રી કે.એન.ઠાકરીયા તથા કુતિયાણા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો કુતિયાણા પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલિંગમા હતા દરમ્યાન પો.હેડ.કોન્સ. પિયુષ રામજીભાઇ ઓડેદરાને બાતમી મળેલ કે આ કામના ફરીયાદીના કૌટુંબીક ભાઇ સાગર અરજનભાઈ ગઢીયા જેઓ છેલ્લા ઘણા સમય થી મોબાઇલ ફોનમાં ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી ગયેલ હોય અને તેમણે સદર ચોરીના બનાવને અંજામ આપેલ હોવાની ચોક્કસ હકિકત મળેલ હોય જેથી પોલીસ સ્ટાફના માણસો સાથે શકદાર ઇસમના રહેણાંક મકાનની ઝડતી કરતા રોકડા રૂ.૫,૦૦,૦૦૦/- ભરેલ થેલો મળી આવેલ જેથી આ રૂપિયા બાબતે મજકુરની ઉંડાણ પુર્વક પુછ-પરછ કરતા સદરહુ રોકડા રૂપિયાની ઉપરોકત ફરીયાદીના ઘરેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ધોરણસર અટક કરી ગણતરીના દિવસોમાં ઉપરોકત ગુનાનો ભેદ ઉકેલી ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

*આરોપીનું નામ:-

સાગર અરજનભાઇ ગઢીયા ઉવ.૩૩ રહે.જુણેજ ગામ કુંભાર ફળીયા તા.કુતીયાણા જી.પોરબંદર

*કબ્જે કરવામા આવેલ મુદામાલ :-

રોકડા રૂ.૫,૦૦,૦૦0/-

*કામગીરીમાં રોકાયેલ અધિકારી/કર્મચારી:- કુતિયાણા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી કે.એન.ઠાકરીયા તથા

પો.હેડ.કોન્સ. ચેતનભાઈ ગીગાભાઈ મોઢવાડીયા, પિયુષ રામજીભાઇ ઓડેદરા તથા પો.કોન્સ. અક્ષયકુમાર જગતસિહ ઝાલા, વિજય ખીમાણંદભાઇ ગાગીયા, અશ્વિન વેજાભાઇ વરૂ, રામશી વિરાભાઇ લુવા, મહેશ મેરામણભાઇ મુસાર વિગેરે રોકાયેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.