સાયલાના યુવાનો દ્વારા અનોખી રીતે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવી.
સાયલા શહેરમાં યુવાનો દ્વારા ૩૧ ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સાયલા મોર્નિંગ ક્રિકેટ કલબના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૪૪ જેટલા રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું. ૩૧ ડિસેમ્બરને લઈ લોકોને નવી પ્રેરણા મળે તેવા સંદેશ સાથે યુવાનોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.
તથા ૨૦૨૪ ના વર્ષ ના છેલ્લા દિવસને યાદગાર બનાવવા સાયલા ક્રિકેટ ક્લબના યુવાનો દ્વારા દ્વિતીય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું... જેમાં 144 રક્તદાતાઓએ રકતદાન કરી માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરી વર્ષના છેલ્લા દિવસને પરમાર્થના કાર્યથી ઉજવ્યો હતો...રમવાની સાથે સાથે સમાજ ઉપયોગી કાર્યો કરવા માટેના સાયલા ક્રિકેટ ક્લબના યુવાનો કટીબદ્ધ બન્યા છે...આ તકે 100 વખત રક્તદાન કરનાર શબ્બીરભાઈ દારુગર અને હોમગાર્ડ જવાન દિપકભાઈનુ સાયલા ક્રિકેટ ક્લબના યુવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં..તેમજ લાઈફ લાઈન બ્લડ બેંક પરિવાર સુરેન્દ્રનગરનું સારી કામગીરી માટે સાયલા ક્રિકેટ ક્લબના યુવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ માં સાયલા ના સરપંચ અજયરાજસિંહ ઝાલા સહીત પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.