ગુજરાતની લેબોરેટરીમાં સ્ફોટક ઘટસ્ફોટ:તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં બીફ મળ્યું, પિગ ફેટ અને ફિશ ઓઇલની પણ પુષ્ટિ, રોજ 3.5 લાખ લાડુનો પ્રસાદ અપાય છે - At This Time

ગુજરાતની લેબોરેટરીમાં સ્ફોટક ઘટસ્ફોટ:તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં બીફ મળ્યું, પિગ ફેટ અને ફિશ ઓઇલની પણ પુષ્ટિ, રોજ 3.5 લાખ લાડુનો પ્રસાદ અપાય છે


તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમની પવિત્રતા અને શુદ્ધતા મામલે વિવાદ વધી રહ્યો છે. આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ ફરી દાવો કર્યો છે કે ફેટી ઘી સિવાય એમાં ગૌમાંસ, પિગ ફેટ અને ફિશ ઓઈલની પુષ્ટિ થઈ છે. પ્રવક્તા અનમ વેંકટ રમના રેડ્ડીએ ગુરુવાર, 19 સપ્ટેમ્બરના રોજ એક પ્રેસ-કોન્ફરન્સમાં લેબ રિપોર્ટ જાહેર કર્યો. તેમણે માહિતી આપી હતી કે નમૂના 9 જુલાઈ, 2024ના રોજ ગુજરાતની લાઈવસ્ટોક લેબોરેટરી, NDDB (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ) CALF લિમિટેડ (સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઈવસ્ટોક એન્ડ ફૂડ)ને મોકલવામાં આવ્યા હતા. 16 જુલાઈના રોજ લેબ રિપોર્ટ મળ્યો હતો. ત્યારથી આ અહેવાલ પબ્લિક ડોમેનમાં છે, પરંતુ એની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રિપોર્ટમાં ન તો જારી કરનારી સંસ્થાનું નામ અને ન તો એ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. બીજી તરફ મંદિર પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તિરુપતિ મંદિરના 300 વર્ષ જૂના રસોડામાં દરરોજ 3.50 લાખ લાડુ બનાવવામાં આવે છે. CM નાયડુએ અગાઉની સરકાર પર પવિત્રતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો આંધ્રના મુખ્યમંત્રી અને ટીડીપી સુપ્રીમો એન. ચંદ્રબાબુ નાયડુએ બુધવારે 18 સપ્ટેમ્બરના રોજ જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની અગાઉની YSRCP સરકાર પર તિરુપતિ પ્રસાદમાં પશુઓની ચરબી ભેળવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જગન મોહન સરકારે પ્રસાદની પવિત્રતા ખંડિત કરી છે. ચંદ્રબાબુએ કહ્યું હતું કે છેલ્લાં 5 વર્ષમાં YSRCP નેતાઓએ તિરુમાલાની પવિત્રતાને કલંકિત કરી છે. તિરુમાલાના પવિત્ર લાડુમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે હવે આપણે પ્રસાદમાં શુદ્ધ ઘીનો ઉપયોગ કરીએ છીએ. અમે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની પવિત્રતાના રક્ષણ માટે સખત મહેનત કરી રહ્યા છીએ. નાયડુએ કહ્યું હતું કે જે કંપની પાસેથી ઘી મગાવવામાં આવી રહ્યું હતું એની સાથે કોન્ટ્રેક્ટ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી છે. કંપનીને એક વર્ષ પહેલાં જ સપ્લાયનું ટેન્ડર મળ્યું હતું તેમજ કોંગ્રેસનેતા અને જગન મોહનની બહેન શર્મિલાએ CBI તપાસની માગ કરી છે. જગન સરકારે જુલાઈ 2023માં 5 કંપનીને ઘી સપ્લાય કરવાનું કામ સોંપ્યું હતું ​​છેલ્લાં 50 વર્ષથી કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન (KMF) ટ્રસ્ટને રાહત દરે ઘી સપ્લાય કરતું હતું. મંદિરમાં દર છ મહિને 1400 ટન ઘીનો ઉપયોગ થાય છે. જુલાઈ 2023માં કંપનીએ ઓછા દરે સપ્લાય કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યાર બાદ જગન સરકારે 5 કંપનીને સપ્લાયનું કામ આપ્યું હતું. આ વર્ષે 17 જુલાઈના રોજ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ફૂડ લેબ, CALFએ અહેવાલ આપ્યો હતો કે તિરુમાલાના લાડુમાં પશુઓની ચરબી અને ફિશ ઓઈલમાંથી બનેલા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. તપાસ દરમિયાન એક ફર્મના ઘીમાં ભેળસેળ હોવાનું જણાયું હતું. આ પછી જુલાઈમાં તિરુમાલા ટ્રસ્ટના EO જે. શ્યામલા રાવે બેઠક યોજીને લાડુનાં સેમ્પલ લેબમાં મોકલ્યાં હતાં. હવે નાયડુએ તેના અહેવાલનો પર્દાફાશ કર્યો છે. ઘીમાં ગૌમાંસ, ફિશ ઓઈલ અને ડુક્કરની ચરબી ભેળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. 300 વર્ષ જૂનું રસોડું, માત્ર બ્રાહ્મણો બનાવે છે 3.5 લાખ લાડુ તિરુપતિ મંદિર વિશ્વના સૌથી લોકપ્રિય અને સમૃદ્ધ ધાર્મિક સ્થળોમાંનું એક છે. દરરોજ લગભગ 70 હજાર ભક્તો અહીં ભગવાન વેંકટેશ્વર સ્વામીનાં દર્શન કરે છે. તેનો વહીવટ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ્સ (TTD) દ્વારા કરવામાં આવે છે. મંદિર પરિસરમાં બનેલા 300 વર્ષ જૂના રસોડા 'પોટુ'માં શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરીને દરરોજ 3.50 લાખ લાડુ બનાવવામાં આવે છે. આ મંદિરનો મુખ્ય પ્રસાદ છે, જે લગભગ 200 બ્રાહ્મણો દ્વારા બનાવવામાં આવે છે. લાડુમાં શુદ્ધ ચણાનો લોટ, બૂંદી, ખાંડ, કાજુ અને શુદ્ધ ઘી હોય છે. રામ મંદિરના અભિષેક સમયે ટ્રસ્ટે લગભગ એક લાખ લાડુ અયોધ્યા મોકલ્યા હતા. ખર્ચ ઘટાડવા માટે ફેટ મિક્સ કરીને ઘી બનાવવામાં આવે છે
​​​​​​આંધ્રપ્રદેશ સરકારે 29મી ઓગસ્ટે ફરીથી KMFને ઘી સપ્લાય કરવાનું કામ સોંપ્યું છે. KMF નંદિની બ્રાન્ડનું દેશી ઘી સપ્લાય કરે છે. બીજી તરફ, ટીટીડીએ ઘીની ગુણવત્તા પર નજર રાખવા માટે ચાર સભ્યની વિશેષ સમિતિની રચના કરી છે. NABLના અધિકારીઓએ ભાસ્કરને જણાવ્યું હતું કે શુદ્ધ ઘીમાં ક્યારેય ચરબીનો ઉપયોગ થતો નથી. જોકે કેટલીકવાર એનો ઉપયોગ ઉત્પાદનખર્ચ ઘટાડવા માટે કરવામાં આવે છે. ગયા વર્ષે જ્યારે KMFએ સપ્લાય બંધ કરી દીધો હતો ત્યારે તેણે દાવો કર્યો હતો કે જો કોઈ કંપની આના કરતાં ઓછી કિંમતે ટ્રસ્ટને બિડ મેળવે છે, તો તે ચોક્કસપણે લાડુની ગુણવત્તા સાથે ચેડાં કરશે. એની અસર પ્રસાદમ્ પર જોવા મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.