38 વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત - At This Time

38 વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત


રાજકોટ મહાનગરપાલિકાનાં ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં આજ તા.21-02-2024ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 38 આસામીઓ પાસેથી 3.9 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.12,400/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 15 આસામીઓ પાસેથી 1.1 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.4,400/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 14 આસામીઓ પાસેથી 2 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 5,500/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 9 આસામીઓ પાસેથી 0.8 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.2,500/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર સુપરવિઝનમાં આસી. પર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્પેકટર/ સેનેટરી સબ ઇન્પેકટર દ્રારા કરવામાં આવેલ.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.