૧૯૮૦ થી અવિરત ચાલતી ભાવનગર સ્થિત શિશુવિહાર બુધસભાની ૨૨૬૧ મી કાવ્ય ગોષ્ઠિ યોજાય
ભાવનગર ૧૯૮૦ થી અવિરત ચાલતી ભાવનગર સ્થિત શિશુવિહાર બુધસભાની ૨૨૬૧ મી કાવ્ય ગોષ્ઠિ તા. ૧૫-૧૧-૨૩ ને બુધવારના રોજ કવયિત્રી જિજ્ઞા ત્રિવેદીના સંચાલનમાં એક વિશેષ ઉપક્રમ સાથે યોજાઈ હતી. બુધસભાની પરંપરા મુજબ પ્રતિ માસ ત્રીજાબુધવાર અંતર્ગત કવિઓનો કાવ્ય પાઠ ઉપરાંત સર્જનની પૂર્વ ક્ષણોમાં અંતર્ગત બુધસભાના વરિષ્ઠ કવિ શ્રી નટુભાઈ પંડ્યા સાથે પ્રશ્નોત્તરી રૂપે સંવાદ યોજાયો હતો, જેમાં તેમણે કાવ્ય સર્જન પહેલાં તથા કાવ્ય પ્રક્રિયાના અનુભવો, કાવ્ય સર્જનમાં સ્ફુરણા અને કવિ પ્રતિભા - એમ બન્નેનું મહત્ત્વ, કાવ્ય લેખનની પ્રેરણા, પોતાની સફળતાનું શ્રેય, નવોદિત કવિઓ માટે પ્રેરણાત્મક સંદેશ બાબતે રસપ્રદ વાતો કરી હતી. નૂતન વર્ષના પ્રારંભે પ્રથમ બુધવારે યોજાયેલ બુધ સભા ના ઉપસ્થિત૨૦ કવિ કવિયત્રીઓએ પ્રસાદ સાથે કાર્યક્રમ સંપન્ન કરેલ....
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.