મોટા ભાગના કિસ્સામાં મોતનું કારણ હાર્ટ-એટેક નહીં, રાજકોટના કાર્ડિયોલોજીસ્ટે ચોંકાવનારી વાત કહી - At This Time

મોટા ભાગના કિસ્સામાં મોતનું કારણ હાર્ટ-એટેક નહીં, રાજકોટના કાર્ડિયોલોજીસ્ટે ચોંકાવનારી વાત કહી


ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના લોકોમાં હાર્ટ-અટેકનું પ્રમાણ વધ્યું છે, જેનો સોમવારે પણ સિલસિલો યથાવત્ રહ્યો હતો.

સોમવારે ગુજરાતમાં અલગ અલગ ઘટનામાં બે સગીરના હૃદય બંધ થઈ જવાથી મોત થતાં જ શોકની લાગણી પ્રસરી ગઈ છે. જૂનાગઢના ચોરવાડ પાસે નાળિયેરની વાડીંમાં કામ કરી રહેલા 17 વર્ષીય કિશોરનું ગઈકાલે કાર્ડિયેક એરેસ્ટને કારણે મોત નીપજ્યું હતું. ચોરવાડ ગામ પાસે આવેલી નાળિયેરની વાડીમાં જિજ્ઞેશ વાજા નામનો એક 17 વર્ષીય કિશોર સવારના સમયે નાળિયેરની લૂમ લઈને જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક ઢળી પડ્યો હતો. સ્થાનિકો લોકોએ તેને CPR આપવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જિજ્ઞેશનું મોત નીપજ્યું હતું. ચોરવાડ સિવિલ હોસ્પિટલના તબીબ હિતેષ ધોળિયાએ જિજ્ઞેશ વાજાનું મોત કાર્ડિયેક એરેસ્ટને કારણે થયું હોવાનું જણાવ્યું હતું.

તો એ પહેલાં રાજકોટ નજીક રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે ગુરુકુળમાં ધો. 10માં અભ્યાસ કરતા ધોરાજીના મૂળ દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ તેને છાતીમાં અચાનક દુખાવો ઊપડતા ઢળી પડ્યો હતો, આથી ગુરુકુળના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. દેવાંશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ સારવાર મળે એ પહેલાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. દેવાંશનું હાર્ટ-એટેકથી મોત થયાનું તબીબોએ જણાવ્યું છે. એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.