વડાલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયા
વડાલીમાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓના નમુના લઇ લેબોરેટરીમાં મોકલાયા
વડાલીમાં બે દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ કે તેની કિંમત ન દર્શાવતા સ્ટીકર વગર ના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખોરાક અને ઔષધ નિયમન દ્વારા તપાસ હાથ ધરતા વડાલી શહેરની ૬ જેટલી દુકાનોના સેમ્પલ લેબોરેટરી માં મોકલી આપતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.
છેલ્લા કેટલાય સમયથી વડાલી ની મીઠાઈ ની દુકાનો તેમજ મોલ સહિત ની અન્ય દુકાનોમાં બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ કે તેની કિંમત ન દર્શાવયા વગરની ચીજવસ્તુઓના જથ્થો નું ખુલ્લેઆમ વેંચાણ કરાતા શહેરના જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં ફોટો-વિડીયો વાયરલ કરતા ખોરાક અને ઔષધ નિયમનના અધિકારીઓ પોતાની આળસ ખંખેરી વડાલી શહેરમાં આવેલી મીઠાઈ ની દુકાનો તેમજ મોલ સહિત કુલ ૬ દુકાનોમાંથી શંકાસ્પદ મીઠાઈ તથા નમકીન જેવા ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.જેના કારણે વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.
જે બાબતે ખોરાક અને ઔષધ નિયમનના અધિકારી કે.આર.પટેલ ને ટેલિફોનિક સંપર્ક કરતા કઈ દુકાનોમાંથી સેમ્પલ લેવાયા છે.તે દુકાનો સહિત મોલના નામ આપવાનો ઇન્કાર કર્યો હતો.જેના થી અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે ભીનું સંકેલવાનો પ્રયત્ન કરતા હોય તેવી છાપ ઉપસી આવે છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891
9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે
