જસદણના વડોદ ગામે યુવાનને જાતિ પ્રત્યે અપમાનીત કરી ધમકી આપી
નવા ગામના વિભા ચૌહાણ અને શિવરાજપુરના ધીરૂ મુલાણી સામે ફરિયાદ
જસદણના વડોદ ગામે સમાધાન માટે ગયેલા યુવાનને જાતિ પ્રત્યે અપમાનીત કરી બે શખ્સોએ ધમકી આપતા પોલીસમાં ફરીયાદ થઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ નરેશભાઇ બિજલભાઇ ચાવડા (ઉ.૩૩) રે. વડોદ મિત્ર હિતેષને આરોપી ધીરૂ મુલાણી રે. શિવરાજપુર સાથે ઝઘડો થયેલ હોય તે બાબતે સમાધાન કરવા વડોદ ગામની સીમ શાળા પાસે જતા આરોપી વિભા માધાભાઇ ચૌહાણ રે. નવાગામ તથા ધીરૂ મુલાણી રે. શિવરાજપુરએ ઇકો કાર નં. જીજે૦૩-એમબી ૬૭૮૨માંથી પાઇપ - ફરશી અને કુહાડી લઇને આવી નરેશભાઇને જાતિ પ્રત્યે અપમાનીત કરી પતાવી દેવાની ધમકી આપી હતી. જસદણ પોલીસે નરેશભાઇ ચાવડાની ફરીયાદ ઉપરથી ઉકત બંને શખ્સો સામે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.