વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે સી.સી.આઈ દ્વારા મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે અન્યાય
ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી જણાવ્યા મુજબ વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે સી.સી.આઈ દ્વારા મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે અન્યાય થઇ રહ્યો હોય. દરેક બોરી દીઠ 400 ગ્રામ મગફળી વધારે ભરાતી હોય. જસદણ ની અંદર 35 કિલો ને 600 ગ્રામ બોરી ભરાતી હોય તે જ બોરી વિછીયા ની અંદર 36 કિલોની ભરાતી હોય. આની અંદર 400 ગ્રામ મગફળીની લૂંટ કરી રહેલા હોય તેમ છતાં માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓ ખરીદ કરનાર એજન્સીઓ તથા પુરવઠા વિભાગના અધિકારીઓનાં પેટનું પાણી હલતું નથી. જેને અનુસંધાને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી ખરાઈ કરવામાં આવી તો ખરેખર વિછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદીની અંદર મોટી બેદરકારી છે. દરેક બોરી દીઠ 400 ગ્રામ મગફળી ખેડૂતોની વધારે ભરાતી હોય તેમ છતાં એક પણ અધિકારી બોલવા તૈયાર નથી. ખેડૂતો રાત દિવસ મહેનત કરી આ મગફળી પકવતા હોય પોતાના ખેતરે એક પણ દાણો બગડવા દેતા ન હોય ત્યારે માર્કેટિંગ યાર્ડ ની અંદર આ રીતે 400 ગ્રામ મગફળીનું સિધુ ગોલમાલ થતું હોય એવું વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે જોવા મળી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.