બબ્બે CM આપનાર રાજકોટની પશ્ચિમ બેઠક પર પૂર્વ CM રૂપાણી કરતા બમણાથી વધુ લીડ સાથે ડો. દર્શિતા શાહે નવો રેકોર્ડ સ્થાપ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા છે તેમા રાજકોટ જિલ્લાની તમામ 8 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. એટલું જ નહિ પરંતુ જીતની સાથે સાથે જંગી લીડનો નવો રેકોર્ડ સર્જાયો છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર મતદાન ભલે ઓછું થયું પરંતુ તેમાં 1.05 લાખની ઐતિહાસિક લીડ જોવા મળી છે અને એક નવો રેકોર્ડ આ બેઠક પર ડો. દર્શિતાબેન શાહના નામે લખાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.