કોડીનારના ઘાંટવડ પંથકમાં એસટી સુવિધા વધારવા જાગૃત નાગરિક શબ્બીર ભાઈ સેલોત ની માંગણી.... ઘાંટવડ નાં જાગૃત નાગરિક શબ્બીર સેલોત દ્વારા ગૃહ મંત્રી ને રજૂઆત - At This Time

કોડીનારના ઘાંટવડ પંથકમાં એસટી સુવિધા વધારવા જાગૃત નાગરિક શબ્બીર ભાઈ સેલોત ની માંગણી…. ઘાંટવડ નાં જાગૃત નાગરિક શબ્બીર સેલોત દ્વારા ગૃહ મંત્રી ને રજૂઆત


કોડીનાર તાલુકાનું ઘાંટવડ ગામને વીશ વર્ષ પહેલાં બિલિમોરા-સોમનાથ તલોદ-સોમનાથ મોડાસા-કોટડા જેવી લાબા અંતરની એક્સપ્રેસ બસો તથા કોડીનારથી અમરેલીની છ લોકલ બસો તથા કોડીનારથી ભાવનગર વાયા અમરેલી શિહોર લોકલ બસની સુવિધા મળતી હતી. તાલુકા કક્ષાએ એસટી ડેપો ન હોવા છતાં પણ જ્યારે કોડીનાર ખાતે ડેપો બનતા સુવિધાઓ વધવાના બદલે ઘટી ગઇ છે જંગલનાં ખરાબ રસ્તાનું બહાનું આગણ ધરી બસો બંધ રાખવામાં આવે છે. ત્યારે ઘાંટવડ પંથકની પ્રજાવતી જાગૃત પત્રકાર શ્રી શબીરભાઈ સેલોતે તાજેતરમાં ડેપો મેનેજર શ્રી કોડીનારને રૂબરૂ મળી કોડીનાર અમરેલી વાયા ઘાંટવડ જામવાળા રૂટની સવારે સાડા છ બપોરે બાર તથા સાંજના ચાર વાગ્યાની બસ તથા કોડીનાર ભાવનગર વાયા જામવાળા અમરેલી શિહોર રૂટની બંધ બસ સેવા ઓ પુનઃ શરૂ કરવા. તથા આ પંથકની જનતા માટે કોડીનાર રાજકોટ વાયા ઘાંટવડ જામવાળા અમરેલી લોકલ ઈન્ટરસીટી બપોરે બે વાગ્યે તથા કોડીનાર થી વાપી વાયા ઘાંટવડ જામવાળા ગીરગઢડા ધોકડવા અમરેલી વલભીપુર ધંધુકા વડોદરા સુરતની નવી બસ સેવાઓ શરૂ કરવા આવેદનપત્ર આપેલ છે. આ ઉપરાંત આ પત્રો કોડીનારના જાગૃત ધારાસભ્ય શ્રી ડૉ. પ્રદ્યુમન વાઝા સાહેબ વિભાગીય નિયામક શ્રી અમરેલી તથા એસટી વડી કચેરી અમદાવાદ તથા વાહનવ્યવહાર મંત્રી શ્રી ને પણ મોકલી આપેલ છે.

રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર
9824884786
9724884786


+919824884786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.