ભાવનગર જિલ્લામાં હાહાકાર મચાવતી બાઈક ચોર ગેંગને ઉઠાવી લેતી ઉમરાળા પોલીસ જિલ્લા પોલીસ વડા ચોકી ઉઠ્યા - At This Time

ભાવનગર જિલ્લામાં હાહાકાર મચાવતી બાઈક ચોર ગેંગને ઉઠાવી લેતી ઉમરાળા પોલીસ જિલ્લા પોલીસ વડા ચોકી ઉઠ્યા


એસપી હર્ષદ પટેલ ડીવાયએસપી મિહિર બારૈયા અને પીએસઆઇ ભલગરિયા અને ટીમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યુ ભાવનગર જિલ્લામાં બાઇક ચોરીનો તરખાટ મચાવનાર ગેંગને સળિયા પાછળ ધકેલી દઈને ઉમરાળા સહિત જિલ્લા પોલીસે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી અધધધ 31 ચોરાવ મોટર સાઈકલ સાથે સંજય,કુલદીપ વિનુ,સુભાષ સહિતના નામચીનોને ગિરફ્તાર કરી લીધા છે છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીની ઘટનાઓ વધી રહી હતી ખાસ કરી આ ટોળકી ગ્રામ્ય વિસ્તારોમાં બાઇક ચોરી ઘટનાને અંજામ આપતી હતી છેલ્લા ઘણા સમયથી વાહનચોરીની ઉઠેલી ફરિયાદને લઈ જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલે તમામ પોલીસ મથકો અને વિવિધ ટીમોને સઘન ચેકીંગ કરવાની સૂચનાઓ આપી હતી જે ને લઈ ગઈકાલે ડીવાયએસપી મિહિર બારૈયાની સૂચનાથી ઉમરાળા પોલીસના પીએસઆઇ ભલગરિયા વાહન ચેકીંગ દરમિયાન શંકાના દાયરામા આવેલ એક શખ્સની સઘન પૂછપરછ બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો પીએસઆઇ ભલગરિયા અને ટીમેં ખૂબ ઊંડી સૂઝબૂઝ રાખી ઘટના મૂળ સુધી પોહચી સમગ્ર ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડ્યુ હતુ વધુ બાઇક ચોરીઓને અંજામ આપે તે પહેલાં અધધધ 31 ચોરાવ મોટરસાઈકલ સાથે સંજય,કુલદીપ,વિનુ સુભાષ સહિતના નામચીનો ઝડપાયા હતા એસ.પી હર્ષદ પટેલ અને ડીવાયએસપી મિહિર બારૈયા ઉમરાળા ખાતે દોડી ગયા હતા બાઇક ચોરો વધુ કોઈ કારનામાને અંજામ આપે તે પહેલાં જ ઝડપી લેતા જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ,અને રેન્જ વડા ગૌતમ પરમાર દ્વારા પણ ઉમરાળા પોલીસને અભિનંદન આપવામાં આવ્યા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.