હિંમતનગરમાં આવેલ ફાઇનાન્સ પેઢીના મેનેજરે ૭.૯૨ લાખની ઠગાઇ કરી:ગાડીઓની હરાજીના રુપિયા બારોબાર વાપરી નાખ્યા - At This Time

હિંમતનગરમાં આવેલ ફાઇનાન્સ પેઢીના મેનેજરે ૭.૯૨ લાખની ઠગાઇ કરી:ગાડીઓની હરાજીના રુપિયા બારોબાર વાપરી નાખ્યા


રિપોર્ટર સદ્દામ મનસુરી
સાબરકાંઠા જીલ્લા ના હિંમતનગરમા આવેલ આવિષ્કાર કોમ્પ્લેક્ષમાં કોગતા ફાઈનાન્સના બિઝનેસ મેનેજરે પોતાની ફરજ ના સમય દરમ્યાન કંપનીના સીઝ કરાયેલા વાહનો ખરીદનાર ગ્રાહકોને કંપનીના બનાવટી રીલીઝ ઓર્ડર આપીને ગોડાઉનમાંથી ગાડીઓ છોડાવી આપી ગ્રાહકો પાસેથી રુપીયા  મેળવી લીધા હતા. બિઝનેસ મેનેજરે રૂપિયા ૭.૯૨ લાખ જેટલી માતબર રકમ કંપનીમાં જમા ન કરાવી બારોબાર ચાંઉ કરી જતા કંપનીના એસોસિએટ મેનેજરે કંપની સાથે વિશ્વાસઘાત સાથે છેતરપીંડી કરનાર બિઝનેસ મેનેજર વિરૂધ્ધ હિંમતનગરના એ.ડિવિઝનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.