પેન્શનરોને હયાતીની ખરાઇ કરાવવા બોટાદ જિલ્લા તિજોરી અધિકારીનો અનુરોધ
(માહિતી બ્યુરો, બોટાદ)
બોટાદ જિલ્લાના પેન્શનરોને હયાતીની વાર્ષિક ખરાઈ કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. બોટાદ જિલ્લામાં આઈ.આર.એલ.એ. સ્કીમ હેઠળ પેન્શન કે કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરઓને જિલ્લા તિજોરી કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તમામ પેન્શનરઓએ વાર્ષિક હયાતિની ખરાઈ કરાવવી ફરજિયાત છે. જેની ખરાઈ મે માસથી જુલાઈ માસ દરમિયાન જે બેન્કમાંથી પેન્શન મેળવતા હોય ત્યાં જઈને કરાવવાની રહેશે. તેમજ જો આ સમયગાળા દરમ્યાન હયાતિની ખરાઈ કરાવવામાં કોઈ પેન્શનર નિષ્ફળ જાય તો તેઓના પેન્શનનું ચુકવણું આગામી ઓગસ્ટ માસથી સ્થગિત કરવામાં આવશે. જેને ધ્યાને રાખી મે માસથી જુલાઈ માસ દરમિયાન સંબંધિત બેંકમાં રૂબરૂ જઈ તમામ પેન્શનરશ્રીઓએ વાર્ષિક હયાતિની ખરાઈ કરાવી લેવા જિલ્લા તિજોરી અધિકારી, બોટાદ દ્વારા એક અખબારી યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.