દાહોદ જિલ્લાના લીમખેડાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન ખાતે ફરીવાર દુર્ઘટના સર્જાતાં રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ સહિત કર્મચારીઓ દોડી ગયાં : મંગલ મહુડી રેલ્વે સ્ટેશન ખાતે ૨૫ હજાર મેગા વોલ્ટના ઓવર હેડ વીજ વાયરો તુટી જતાં રેલ્વે વ્યવહાર ખોરવાયો - At This Time

દાહોદ જિલ્લાના લીમખેડાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન ખાતે ફરીવાર દુર્ઘટના સર્જાતાં રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ સહિત કર્મચારીઓ દોડી ગયાં : મંગલ મહુડી રેલ્વે સ્ટેશન ખાતે ૨૫ હજાર મેગા વોલ્ટના ઓવર હેડ વીજ વાયરો તુટી જતાં રેલ્વે વ્યવહાર ખોરવાયો


દાહોદ તા.૦૨

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાંથી પસાર થતી રતલામ મંડળની લીમખેડા – મંગલ મહુડી રેલ્વે ટ્રેક ઉપર ફરી દુર્ઘટના સર્જાઈ છે. ગતરોજ રાત્રીના સમયે અપ લાઈનમાં આવેલ ૨૫ હજાર મેગાવોલ્ટના ઓવર હેડ વીજ પાવર ટુટી જતાં ભારે નુકસાન થવા પામ્યું હતું. ઘટનાની જાણ રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓને થતાં અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયાં હતાં અને સમારકામ શરૂં કરવામાં આવ્યું હતું ત્યારે આ ઘટનાને પગલે ઘણી ટ્રેનોને ડાઈવર્ટ કરવામાં આવી હતી અને ઘણી ટ્રેનો કલાકો સુધી મોડી પડી હતી.
થોડા દિવસો પહેલા એટલે કે તારીખ ૧૭મી જુલાઈના રોજ લીમખેડામાંથી પસાર થતાં મંગળ મહુડી રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી એક માલગાડીનાના ડબ્બાઓ એકાએક પાટા ઉપરથી ઉતરી જતાં દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે ફરીવાર મંગળ મહુડી રેલ્વે સ્ટેશન ઉપર ગતરોજ રાત્રીના દશેક વાગ્યાના આસપાસ દુર્ઘટના સર્જાઈ હતી. રાત્રીના સમયે જયપુર એક્સપ્રેસ ટ્રેન આ ટ્રેક ઉપરથી પસાર થઈ હતી અને થોડા સમય પછી અપ લાઈન પર ઈન્દૌર – મુંબઈ અંવતિકા એક્સપ્રેસ પસાર થયાં બાદ અપ લાઈનના ૨૫ હજાર મેગા વોલ્ટના ઓવર હેડ વીજ વાયરો એકાએક ટુટી જતાં સ્થાનીક રેલ્વે અધિકારીઓ સહિત કર્મચારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાઈ ગયાં હતાં. આ ઘટનાની જાણ રતલામ મંડળના જીઆરએમ વિનીત ગુપ્તાને થતાં તેઓ દ્વારા કંટ્રોલ રૂમ મારફતે તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અપ લાઈન પર સિંગ પાવર પાસ થયા બાદ ઓવર હેડ વીજ વાયજને ભારે નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનાને કારણે દિલ્હી – મુંબઈની વચ્ચેનો યાતાયાત પ્રભાવિત થયો છે. આ દુર્ઘટના સર્જાતાં ઈમરજન્સી સાયરન વાગતાં રેલ કર્મચારીઓ એક્શનમાં આવી ગયાં હતાં. તાત્કાલિક ધોરણે સમારકામનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું અને ઘટનાના ૨ કલાક બાદ ડાઉન લઈન પર નિરીક્ષણ બાદ માલગાડી પાસ કરવામાં આવી હતી ત્યાર બાદ જયપુર મુંબઈ સુપર ફાસ્ટ ટ્રેન પસાર કરવામાં આવી હતી. આ રેલ દુર્ઘટના બાદ ૨ કલાક બાદ ડાઉન ટ્રેક તથા ૭ કલાક બાદ અપ લાઈન શરૂં કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે અમદાવાદ, કલકત્તા, સોમનાથ, જબલપુર, ગાંધીનગર, ઈન્દૌર એક્સપ્રેસ વિગેરે ટ્રેનને ડાઈવર્ટ કરવામાં આવી હતી તો ઘણી ટ્રેનો કલાકો સુધી મોડી પડી હતી જેને પગલે મુસાફરોને ભારે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. કોટા – વડોદરા પાર્સલ દાહોદથી શોર્ટ ટર્મિનલ પસાર કરવામાં આવી હતી. અવંતિકા એક્સપ્રેસને ડીઝલ એન્જીન લગાવીને મુંબઈ તરફ રવાના કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.