વિછીયા તાલુકાના મોઢુકા સીમ શાળા વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિને વિજ કરંટ લાગ્યો - At This Time

વિછીયા તાલુકાના મોઢુકા સીમ શાળા વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિને વિજ કરંટ લાગ્યો


વિછીયા તાલુકાના મોઢુકા સીમ શાળાના વિસ્તારમાં પી.જી.વી.સી.એલ.ના ચાલુ વિજ ટ્રાન્સફોર્મર પર એક અજાણ્યો વ્યક્તિ ચડ્યો હતો. રાત્રી દરમ્યાન વીજ ટ્રાન્સફોર્મર પર ચડેલ વ્યક્તિ પી.જી.વી.સી.એલ.નો કોઈ કર્મચારી નહોતો. અને આ વ્યક્તિ સાથે બીજા બે અજાણ્યા વ્યક્તિઓ હતા. આ ઈજાગ્રસ્ત અજાણ્યા વ્યક્તિને વિજ કરંટ લાગતા નીચે પટકાયો હતો. જેથી સાથે રહેલા બંને વ્યક્તિઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. બાદ તુરંત ઘટના સ્થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા અને 108 ની મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. પીજીવીસીએલ ની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધારે તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.