પર્યાવરણ પ્રેમી પરસોતમભાઈ વેકરીયાએ પોતાના ઘરમાં આવતા તમામ પ્રસંગોમાં 511 વૃક્ષોનું વાવેતર કરીને પ્રસંગોની ઉજવણી કરી. સમાજને અને પર્યાવરણને ઉપયોગી થવાનો એક નવો જ રાહ ચીંધતા પરસોતમભાઈ વેકરીયા - At This Time

પર્યાવરણ પ્રેમી પરસોતમભાઈ વેકરીયાએ પોતાના ઘરમાં આવતા તમામ પ્રસંગોમાં 511 વૃક્ષોનું વાવેતર કરીને પ્રસંગોની ઉજવણી કરી. સમાજને અને પર્યાવરણને ઉપયોગી થવાનો એક નવો જ રાહ ચીંધતા પરસોતમભાઈ વેકરીયા


પર્યાવરણ પ્રેમી પરસોતમભાઈ વેકરીયાએ પોતાના ઘરમાં આવતા તમામ પ્રસંગોમાં 511 વૃક્ષોનું વાવેતર કરીને પ્રસંગોની ઉજવણી કરી.

સમાજને અને પર્યાવરણને ઉપયોગી થવાનો એક નવો જ રાહ ચીંધતા પરસોતમભાઈ વેકરીયા

પ્રદૂષણને કારણે પર્યાવરણ બગડયું છે ત્યારે વૃક્ષો જ બનશે તારણહાર.

રાજકોટ ખેડૂત પરીવારમાં ઉછરેલા, શીક્ષક પરસોતમભાઈ વેકરીયા તથા તેમના ધર્મપત્ની ભારતીબેન વેકરીયા પર્યાવરણ પ્રેમી છે, ઘણા વર્ષોથી સદભાવના વૃધ્ધાશ્રમની વૃક્ષારોપણની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. ઘણા વૃક્ષોનું વાવેતર કરી ચૂકયા છે, વૃક્ષો દતક પણ લઈ ચૂકયા છે. હાલમાં પરસોતમભાઈના નવા ઘરમાં ગૃહ પ્રવેશ નિમીતે તથા તેમના મોટા પુત્ર ડો. હાર્દિક વેકરીયા તથા ડો. નિધીબેન વેકરીયાને ત્યાં દિકરી વામિકાનો જન્મ થયો તે નિમીતે અને તેમના નાના પુત્ર નિર્મલ વેકરીયા (એન્જીનીયર) તથા એકતાબેન વેકરીયા (એન્જીનીયર) તેમની નવી ઓફીસનાં ઉદઘાટન પ્રસંગે અને નિર્મલભાઈના પુત્ર ગ્રંથના જન્મદિન પ્રસંગે કેક કાપીને કે કોઈ ભપકાદાર ઉજવણી કરવાને બદલે સગા—સંબંધીઓને સાથે રાખીને તેમની હાજરીમાં મહેમાનોના હાથે વૃક્ષારોપણ કરી બધા અવસરો ભારતીય પરંપરા મુજબ ઉજવણી કરીને 511 વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
આ પ્રસંગે વિજયભાઇ ડોબરીયા (સદભાવના વૃદ્ધાશ્રમ), રમેશભાઇ ટીલાળા (ધારાસભ્યશ્રી, રાજકોટ), ડો. ભરતભાઇ બોઘરા (પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી, ભા.જ.પ.), શ્રીમતી નયનાબેન પેઢડીયા (મેયરશ્રી), ડો. વલ્લભભાઈ કથીરિયા (પૂર્વ કેન્દ્રીય મંત્રી), શિવલાલભાઇ વેકરીયા (પૂર્વ સાંસદશ્રી, રાજકોટ), ડો. પ્રકાશભાઇ મોઢા (ચેરમેનશ્રી, ગોકુલ હોસ્પીટલ પ્રા.લી.), ગોવિંદભાઇ પટેલ (પૂર્વ મંત્રીશ્રી), ભરતભાઇ ગાજીપરા (સર્વોદય સ્કૂલ્સ) તથા સામાજિક, રાજકીય, ધાર્મિક અગ્રણીઓ, સગા સંબંધી સ્નેહી મિત્રોની ઉપસ્થિત રહ્યાં હતા.
સદભાવના વૃદ્ધાશ્રમનું ભારતને ગ્રીન બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે. અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન પણ થઇ ગયુ છે. આગામી વર્ષોમાં સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે. ગુગલ મેપમાંથી કોઈ વિદેશમાંથી પણ જોવે તો તેને ભારત લીલુછમ દેખાય એ સદભાવના વૃદ્ધાશ્રમનું સાત્વિક સ્વપ્ન છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ખૂબ ટૂંકા સમયમાં 30 લાખ વૃક્ષો વિનામૂલ્યે પીજરા સાથે વાવી તે નું જતન કરવામાં આવ્યું છે, મિયાવાકી જંગલ સ્વરૂપે કરાયું છે. વૃક્ષો વાવીને મોટું ભગીરથ કાર્ય કર્યું છે. વૃક્ષો વાવવા સહેલા છે. પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્થા દ્વારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.