ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ડાયાબિટીસ મુક્ત ગુજરાત ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પ યોજાશે……..
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ડાયાબિટીસ મુક્ત ગુજરાત ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પ યોજાશે........
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રીવર ફ્રન્ટ ખાતે તારીખ 14 મી થી ૧૫ દિવસ સુધી આ ડાયાબિટીસ કેમ્પ યોજાશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પમાં ભાગ લેવા તમામ ડાયાબિટીસ દર્દીઓને હાર્દિક આમંત્રણ છે,વહેલા તે પહેલાના ધોરણે ફક્ત 100 વ્યક્તિઓને સમાવિષ્ટ કરવામાં આવનાર છે, આ કેમ્પમાં રોજ સવારે 6 થી 8 વાગે સુધી જોડાવું અને મેડિકલ ટીમ દ્વારા નિશુલ્ક નિરીક્ષણ થશે ડાયાબિટીસ ચેકઅપ થશે, યોગ એક્સપર્ટ દ્વારા ડાયાબિટીસ કંટ્રોલ માટે યોગ અભ્યાસ, એક્યુપ્રેશર, પ્રાણાયામ કરીને ડાયાબિટીસ દૂર કઈ રીતે થાય એ ગાઇડલાઇન્સ અને પ્રેક્ટીકલ શીખવવામાં આવશે, આયુર્વેદ જાણકારી ઉપચાર આપવામાં આવશે. 15 દિનના કેમ્પમાં Result oriented કાર્ય કરવામાં આવશે, જેથી ડાયાબિટીસના દર્દીઓને રોગમાં રાહત જણાશે.
રજીસ્ટ્રેશન માટે અંતિમ તારીખ 10 /11 /2024 હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું,
Registration link-https://forms.gle/8Recmopcaqgcsrzg. પર પોતાના મોબાઈલથી રજીસ્ટ્રેશન કરવું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.