ગુજરાતી ભાષાને નામદાર હાઈકોર્ટ સમક્ષની કાર્યવાહીમાં ઉપયોગ કરવા મંજૂરી આપવા ટિમ ગબ્બરની માંગ
ભારતના બંધારણના અનુચ્છેદ ૩૮૪(૨) મુજબ મંજૂરી આપવા રાજ્યપાલ,વડાપ્રધાન,મુખ્યમંત્રીને રજુઆત
વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાત નામની સંસ્થા સમગ્ર ગુજરાતમાં કાર્યકરતી સંસ્થા છે અમો ટિમ ગબ્બરની સંસ્થામાં જુદા જુદા શહેરના વકીલોનો સમાવેશ થાય છે.અમો ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ.ગજેરા એડવોકેટ-સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા માનનીયરાજ્યપાલ,
વડાપ્રધાન,મુખ્યમંત્રી,
કાયદા મંત્રી,વિગેરેને લેખીત રજુઆત કરી જણાવેલ છે કે,બાર કાઉન્સિલ ગુજરાતમાં એક લાખથી વધુ વકીલો નોંધાયેલ છે જેમાંથી આશરે પાંચ હજાર વકીલો નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે બાકીના વકીલો પાસે પૂરતું કાયદાનું જ્ઞાન હોવા છતાં નામદાર હાઇકોર્ટમાં માત્ર અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ થતો હોવાથી હાઇકોર્ટમાં વકીલાત કરી શકતા નથી પરિણામે ગુજરાતની પ્રજાને ઘર આંગણે અને સસ્તો ન્યાય આપવાનીનામદાર સુપ્રીમ કોર્ટ અને સરકારની પહેલ ક્યાંય ને ક્યાંય અવરોધ પામે છે.તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ કોઈપણ દાવો કે અન્ય સેસન્સ કોર્ટની મેટર ચલાવનાર વકીલને તેની ફાઇલનો પૂરતો અભ્યાસ હોય છે અને તેઓને જો નામદાર ગુજરાત હાઇકોર્ટમાં તેમની માતૃભાષામાં મેટર ચલાવવા પરવાનગી આપવામાં આવે તો અસીલને પણ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહે તેમ છે ભારતના અન્ય રાજ્યોમાં માતૃભાષામાં કેસો ચલાવી શકાય છે તેથી માનનીય રાજ્યપાલશ્રીને ભારતના બંધારણના અનુચ્છેદ ૩૮૪(૨)મુજબ હાઇકોર્ટમાં અંગ્રેજી ઉપરાંત માતૃભાષા ગુજરાતીમાં પણ કેસ ચાલવા દેવાની મંજુરી આપવાની સતા છે જેથી ગુજરાતના આશરે એક લાખથી વધુ વકીલોના હિતમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે સમક્ષની કાર્યવાહીમાં ગુજરાતની માતૃભાષાનો ઉપયોગ કરવા દેવા પરવાનગી આપવા અરજ છે.અમારી રજૂઆત લાગુ પડતા વિભાગ કચેરીમાં કરી કરાવી કરેલ કાર્યવાહીનો લેખીત જવાબ નાગરીક અધીકારપત્ર અન્વયે ટિમ ગબ્બરના સરનામે મોકલવા પણ અરજ કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.