કોમર્સ કોલેજ - અમરેલી ખાતે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ૨૦૧૪ નું આયોજન થયું. વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા આપી. - At This Time

કોમર્સ કોલેજ – અમરેલી ખાતે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ૨૦૧૪ નું આયોજન થયું. વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા આપી.


કોમર્સ કોલેજ - અમરેલી ખાતે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ૨૦૧૪ નું આયોજન થયું.

વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા આપી.

અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ - અમરેલી ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા સંચાલિત અને અમરેલી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. આ પરીક્ષા માટે આશરે ૧૫૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. આ પરીક્ષા લેવા માટે અમરેલી જિલ્લા ગાયત્રી પરિવારના જિલ્લા કન્વીનર બીપીનભાઈ ભરાડ, કન્વીનર પંકજભાઈ રાજ્યગુરુ તથા કન્વીનર કાંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પરીક્ષાને સફળ બનાવવા માટે કોમર્સ કોલેજના એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રો. જે. એમ. તળાવીયા તથા પ્રો. ડો. એ. બી. ગોરવાડીયા તથા એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડબલ્યુ. જી. વસાવાએ જહેમત ઉઠાવી હતી. પરીક્ષાને સુચારૂ રૂપે પૂર્ણ કરવા માટે કોલેજના પ્રો. ડો. એ. કે. વાળા, પ્રો. વાય. એચ. ઠાકર તથા પ્રો. ડો. એ. જી. પટેલે સેવા આપી હતી. પરીક્ષાનું આયોજન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રો. ડો. એમ. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું તેમ આઈ.કયુ.એ.સી. કોઓર્ડીનેટર ભારતીબેન ફિણવીયાએ જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.