'તારક મહેતા...' એક્ટર ગુરુચરણ ઉપર છે દેવું:બોલ્યો, 'મારે કામ જોઈએ છે, મારે ઘણી લોન પણ ચૂકવવી છે, હું પ્રસિદ્ધિ મેળવવા માટે ગુમ થયો નહતો' - At This Time

‘તારક મહેતા…’ એક્ટર ગુરુચરણ ઉપર છે દેવું:બોલ્યો, ‘મારે કામ જોઈએ છે, મારે ઘણી લોન પણ ચૂકવવી છે, હું પ્રસિદ્ધિ મેળવવા માટે ગુમ થયો નહતો’


આ વર્ષે એપ્રિલમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક્ટર ગુરચરણ સિંહ ગુમ થઈ ગયા હતા. તેમના પિતાએ પોલીસમાં અપહરણની ફરિયાદ પણ નોંધાવી હતી. આ વચ્ચે ગુરુચરણ 18 મેના રોજ ઘરે પરત ફર્યા. એક્ટરે પોલીસને જણાવ્યું હતું કે કેટલીક અંગત સમસ્યાઓના કારણે તેઓ આધ્યાત્મિક યાત્રા પર હતા. આટલા દિવસો સુધી ઘરથી દૂર રહીને ગુરુચરણે શું કર્યું, ક્યાં ગયા અને હવે તેમનું જીવન કેવું છે આ બધી વાતો તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહી છે. બોમ્બે ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે હવે તે કામ શોધે છે કારણ કે તેમની પાસે કોઈ કામ નથી. ગુરુચરણે એવો પણ સંકેત આપ્યો કે તે ટૂંક સમયમાં લગ્ન કરીને સેટલ થઈ શકે છે. હું ઈન્ડસ્ટ્રીના લોકો પાસેથી સપોર્ટની વિનંતી કરું છું
ગુરુચરણે કહ્યું, 'હું મુંબઈ આવ્યો છું અને ઘણું કામ કરવા માગું છું. હું હાલમાં ઘણી લોન અને દેવાઓમાં છું. બધું દેણું ચૂકતે કરવા માટે હું સખત મહેનત કરવા તૈયાર છું. મારે જલ્દી લગ્ન કરીને સેટલ થવું છે. લગ્ન થતાં જ હું મારા માતા-પિતાને દિલ્હીથી મુંબઈ શિફ્ટ કરીશ જેથી હું તેમની સંભાળ રાખી શકું. ગુરુચરણે વધુમાં જણાવ્યું હતું કે, 'કોરોના મહામારી દરમિયાન ઘણી બાબતોએ મને પ્રભાવિત કર્યો છે. હું મુંબઈ છોડીને 2020માં દિલ્હી પરત ગયો કારણ કે પપ્પાની સર્જરી હતી. તે પછી મેં ઘણા ધંધાઓ શરૂ કર્યા પપણ ચાલ્યા નહીં કાં તો ધંધામાં કામ બરાબર થયું નહોતું અથવા જેની સાથે મેં ભાગીદારી કરી હતી તે લોકો ગાયબ થઈ ગયા. મારી પાસે વર્ષોથી પ્રોપર્ટીનો પ્રશ્ન પણ ચાલી રહ્યો છે જેમાં ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા છે, તેથી આ બધાને કારણે મારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. 'હું પબ્લિસિટી માટે ગુમ થયો નહોતો
ગુરુચરણે વધુમાં કહ્યું, 'જ્યારે મને ખરાબ લાગતું હતું, ત્યારે હું આધ્યાત્મિક યાત્રા પર ગયો હતો. મારું ધ્યાન ભગવાન પર હતું અને હું પાછા ફરવા માગતો ન હતો પરંતુ ભગવાને મને ઘરે પાછા ફરવાની નિશાની આપી. ઘણા લોકો માને છે કે હું ગાયબ થઈ ગયો કારણ કે હું પ્રસિદ્ધિ મેળવવા માગતો હતો પરંતુ આ સાચું નથી.' નિર્માતા સાથે વિવાદ બાદ શો છોડી દીધો
ગુરુચરણ સિંહ તેની શરૂઆતથી 2013 સુધી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો ભાગ રહ્યા હતા. બાદમાં નિર્માતા અસિત મોદી સાથેના કેટલાક વિવાદને કારણે તેણે શો છોડી દીધો હતો. જો કે, ત્યાં સુધીમાં તે એટલો પોપ્યુલર થઈ ગયો હતો કે લોકોની માગ પર નિર્માતાઓએ તેને શોમાં પાછો લાવવા પડ્યા હતા. કમબેક કર્યા પછી 6 વર્ષ સુધી આ શો કર્યો. આ પછી, ગુરુચરણે લોકડાઉન દરમિયાન તેના પિતાની સંભાળ રાખવા માટે 2020 માં શો છોડી દીધો. એક્ટિંગથી દૂર રહ્યા બાદ ગુરુચરણ દિલ્હીમાં તેમના માતા-પિતા સાથે રહે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.