મહીસાગર જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂન દશરથસિંહ બારીયા સાહેબ ની નિમણૂક થતા ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું - At This Time

મહીસાગર જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂન દશરથસિંહ બારીયા સાહેબ ની નિમણૂક થતા ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું


જિલ્લામાં સૌને સાથે લઈને ચાલતા અને યુવાનોના હૃદય સમ્રાટ દશરથસિંહ બારીયા સાહેબ ઉપર ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ મૂકીને પુનઃ જિલ્લાનું પ્રમુખ પદ સોપ્યું

જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા સાહેબે સૌ સમાજના આગેવાનો વડીલો અને નગરજનોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો

આજે લુણાવાડા મુકામે ખોડીયાર માતા જી ના મંદિર પરિસર માં ક્ષત્રિય ઠાકોર સમાજ ના આગેવાનો,યુવાનો ,વડીલો , બહેનો , ભૂલકાઓ દ્વારા સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો , જીલ્લા ના વિવિધ તાલુકાના આગેવાન , લુણાવાડા નગર વિસ્તાર ના સાત મહોલ્લા પંચ,સમાજ ના ચૂંટાયેલ તાલુકા સદસ્ય, જીલ્લા સદસ્ય , પૂર્વ જીલ્લા સદસ્ય , તાલુકા સદસ્ય , સરપંચ શ્રી ઓ,પૂર્વ સરપંચ શ્રી ઓ, નગર ના પૂર્વ કોર્પોરેટર શ્રી ઓ,પંચાયત સદસ્ય શ્રી ઓ , વિવિધ પક્ષ ના અને પાર્ટી ના હોદ્દેદાર શ્રી ઓ,હાજર રહ્યા હતા, વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય શ્રી અને બૃહદ પંચમહાલ ના ભાજપા પ્રમુખ શ્રી કાળું ભાઈ માલીવાડ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો , કાર્યક્રમ માં ખેમરાજ જી , સંજય ભાઈ બારીયા , કિરીટ સિંહ ઝાલા , અજમેલ સિંહ પરમાર , હિતેન્દ્ર સિંહ રાઠોડ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ચંદ્રસિંહ પરમાર પત્રકાર છત્રસિંહ કે ચૌહાણ અને સમાજના નામી મોભિયો અને નગર પાલિકા માં ચૂંટાયેલ સદસ્ય શ્રી ઓ શ્રી મતી ત્રિવેણી બેન માળી,શ્રી દિનેશ ભાઈ ડામોર,શ્રી વીરેન્દ્ર સિંહ ચૌહાણ, શ્રી રીતેશ ભાઈ પગી, શ્રી વિક્રમ ભાઈ પગી એ મંચ શોભાવ્યું હતું અને તેઓનું સમાજ ના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં જુવાન સિંહ ચૌહાણ અને કાળું ભાઈ એ મનનીય પ્રવચન કર્યું હતું અને પક્ષ ના આભાર સાથે મજબૂતાઇ થી જોડાવા આહવાન કર્યું હતું...પ્રો. સી .એન.બારીયા , શ્રી પ્રવીણ ભાઈ પટેલીયા અને શ્રી રમેશ ભાઈ ખાંટ દ્વારા સુંદર સંચાલન કરવા માં આવ્યું હતું,

રીપોર્ટર છત્રસિંહ કે ચૌહાણ બાલાસિનોર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image