સરદાર નિર્વાણ દીને ફ્રી રેવન્યુ માર્ગદર્શન સેમિનાર માં પ્રાકૃતિક કૃષિ ખર્ચ વગર ની ખેતી તરફ વળો નો સંદેશ - At This Time

સરદાર નિર્વાણ દીને ફ્રી રેવન્યુ માર્ગદર્શન સેમિનાર માં પ્રાકૃતિક કૃષિ ખર્ચ વગર ની ખેતી તરફ વળો નો સંદેશ


સરદાર નિર્વાણ દીને ફ્રી રેવન્યુ માર્ગદર્શન સેમિનાર માં પ્રાકૃતિક કૃષિ ખર્ચ વગર ની ખેતી તરફ વળો નો સંદેશ

બાબરા સરદાર વલ્લભભાઈ પટેલ ના નિર્વાણ દીને રેવન્યું એક્સપર્ટ માર્ગદર્શક એડવોકેટ રમણીકભાઈ કોટડીયા દ્વારા કૃષિકારો રેવન્યુ ના વિવિધ મુદ્દે અવગત કર્યા ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા સમીતી દ્વારા પ્રાકૃતિક કૃષિકાર પરેશભાઈ કુંભાણી દ્વારા પકાવેલ અળસીના મુખવાસ પેકેજ આપી સન્માનિત કર્યા ખેડૂતોની ખેતીની વારસાઇ, જમીન સર્વે નંબરમાં પૈકી પરિભાષીક શબ્દ એટલે શું ? કેવી જમીન ખરીદવી અને કેવી ના ખરીદવી, જમીન દસ્તાવેજ, તેમજ રીસર્વેમાં થયેલ ગોટાળા (ફેરફાર), પાણીના હલાણ, શેઢા, પાળા અને રસ્તાના ના પ્રશ્નો, ખેડૂત ખાતેદાર સર્ટીફિકેટ, વારસાઇ હિસ્સા વહેંચણી, હક કમી, અન્ય હક, માપણીને લગતા અધરા પ્રશ્નો તેમજ લેન્ડ રેકર્ડના સચોટ અને સરળ ભાષામાં માહિતી આપી અને પ્રમાણિકપણે અને તાત્કાલિક ઉકેલ માટે આશરે પંચાવન ખેડૂતોને વિનામૂલ્યે ફોર્મ આપી જરૂરી માહિતી ફોર્મ ભરાવી જલ્દી ઉકેલ માટેનું વિસ્તૃત માહિતી આપી.ખેડૂતોમાં પણ અધરા પ્રશ્નોના સચોટ અને સરળ માર્ગદર્શનથી સંતોષ અને આનંદ થયેલ ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે આજે ખેડૂત નેતા અને અખંડ ભારતના ઘડવૈયા તેમજ સિંહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની નિર્વાણ તિથી છે.તો આજના દિવસે ખેડૂતોના પ્રશ્નો સાંભળી તેના ઉકેલના સરળ કરી પ્રમાણિકપણે સરકાર અને તંત્ર ઉકેલે એ જ સાચી શ્રદ્ધાંજલી છે અને રેવન્યું વિભાગના પ્રશ્નો ખુબજ ભણેલને પણ અધરા લાગતા હોય છે તો જગતના તાત એવા અભણ ખેડૂતને ખુબજ અધરા લાગે છે. અને ખેડૂતો તેના પ્રશ્નો માટે જમીન માપણી (લેન્ડ રેકર્ડ) ઓફિસે કે મામલતદાર ઓફિસે જાય તો પણ ગોળ ગોળ જવાબ મળવાથી ખેડૂત કંટાળીને થાકી જતો હોય છે.તેના માટે ભારતીય કિસાન સંઘ હંમેશાં ખેડૂતોની સાથે છે.તેમજ સરકારના પોજેટીવ પ્રયાસ સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત વળે અને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી દૂર થઈ ગાય આધારીત પાકૃતિક ખેતી માટે મહામાહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ખુબ જ આગ્રહ કરી રહેલ છે. પ્રાકૃતિક ખેતીથી દેશની તમામ જનતા તેમજ નવયુવાનો રોગમુક્ત બને અને દેશ સશક્ત, સમૃદ્ધ અને બલવાન બને તેમ જણાવ્યું હતું ભારતીય કિસાન સંઘ જિલ્લા સહમંત્રી ગૌશાળાના ટ્રસ્ટી લાલજીભાઈ વસ્તરપરા એ ગાય આધારીત પ્રાકૃતિક ખેતી ઉપર ખુબજ સરળ અને વિસ્તૃત માહિતી આપી.અને જણાવ્યું કે બાબરા તાલુકામાં ઘણાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે પ્રાકૃતિક ખેતી નથી કરતા તે દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ઘર દીઠ એક વિધા થી પ્રાયોગિક શરૂઆત કરે. તેવી અપીલ કરી હતી નહીતર કેન્સર રોગનું પ્રમાણ ખુબજ વધતું જશે બિન જરૂરી ખડની દવા તેમજ કોરાજન દવાથી કેન્સરની થવાની શક્યતા વધારે છે માટે તેનાથી દૂર રહેવા જણાવેલ.તેમ જ દેશી ગાયના છાણના ખાતર ત્રણ વર્ષો સુધી ગણ કરે છે. માટે દેશી ખાતર રાસાયણિક ખાતર કરતા દેશી ખાતર ઉત્તમ છે તેમજ લાઠી કિસાન સંઘ નક રામજીભાઈ ગુજરાતી, પ્રેમજીભાઈ મેંદપરા, બાબરા તાલુકા ના મધુભાઇ, હિરાભાઈ, માવજીભાઈ, હિતેશભાઈ, લાલજીભાઈ, ભોળાદાદા, કુકાવાવ તાલુકા ના ખોડાભાઈ સોજીત્રા સહિત ખેડૂતભાઈ ઓનો ગૌશાળાના સંચાલક ભૂપતભાઈ ખિમાણી દ્વારા આભાર વ્યક્ત કરી વ્યવસ્થાને બિરદાવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.