'મારું પેન્ટ ઉતાર્યું, પ્રાઇવેટ પાર્ટ બતાવ્યો':હાથ-પગ બાંધી બ્રેસ્ટ પર લાતો મારી, ભુવનેશ્વરના પોલીસ સ્ટેશનમાં આર્મી ઓફિસર પર હુમલો, મંગેતરની આપવીતી - At This Time

‘મારું પેન્ટ ઉતાર્યું, પ્રાઇવેટ પાર્ટ બતાવ્યો’:હાથ-પગ બાંધી બ્રેસ્ટ પર લાતો મારી, ભુવનેશ્વરના પોલીસ સ્ટેશનમાં આર્મી ઓફિસર પર હુમલો, મંગેતરની આપવીતી


ઓડિશાના ભુવનેશ્વરના ભરતપુર પોલીસ સ્ટેશનમાં આર્મી ઓફિસર પર હુમલો અને તેની મંગેતરની જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે. પીડિત મહિલા સૈન્ય અધિકારી સામે રોડ રેજની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગઈ હતી. પોલીસકર્મીઓએ પહેલા પોલીસ સ્ટેશનમાં તેની સાથે ગેરવર્તન કર્યું, પછી આર્મી ઓફિસરને લોકઅપમાં બંધ કરી દીધો. જ્યારે પીડિતાએ વિરોધ કર્યો તો તેને માર મારવામાં આવ્યો અને તેના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા. પીડિતાના કહેવા પ્રમાણે, એક પુરુષ અધિકારીએ તેના અન્ડરગાર્મેન્ટ્સ કાઢી નાખ્યા. પછી તેને બ્રેસ્ટ પર લાત મારી. જ્યારે ઈન્સ્પેક્ટર-ઈન્ચાર્જ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમણે પીડિતાનું પેન્ટ નીચે ખેંચ્યું, તેનું પેન્ટ કાઢી તેનો પ્રાઈવેટ પાર્ટ બતાવ્યો અને અશ્લીલ વાતો કરી. ઘટના 15 સપ્ટેમ્બરની છે. પોલીસે દુષ્કર્મના આરોપમાં પીડિતાની ધરપકડ કરી હતી. 19 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેની સારવાર ભુવનેશ્વર એઇમ્સમાં કરવામાં આવી હતી, ત્યાર બાદ તેણે આ ખુલાસો કર્યો હતો. પીડિતાના આરોપો બાદ ડીજી વાયબી ખુરાનિયાના નિર્દેશ પર ગુરુવારે ચાંદકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તેણે ક્રાઈમ બ્રાન્ચને તપાસનો આદેશ આપ્યો, ત્યાર બાદ ભરતપુરના ઈન્સ્પેક્ટર ઈન્ચાર્જ સહિત 5 પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પીડિતાના પોલીસકર્મીઓ પર 5 ગંભીર આરોપો આર્મી ઓફિસરે કહ્યું- 4 પોલીસકર્મી મને ખેંચી ગયા, મારું પેન્ટ ફાડી નાખ્યું
આર્મી ઓફિસરે જણાવ્યું કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતી વખતે અચાનક ચાર પોલીસ અધિકારીએ મને પકડી લીધો. ચારેય જણા મને ખેંચીને એક સેલમાં લઈ ગયા. ત્યાં તેણે મારું પેન્ટ કાઢી નાખ્યું. મારી બધી વસ્તુઓ લઈ લીધી. મને સવારે 3 વાગ્યે સેલની અંદર ગેરકાયદે રીતે બંધ રાખવામાં આવ્યો હતો. દરમિયાન લોબીમાં બે મહિલા પોલીસ અધિકારીએ મારા મંગેતર પર હુમલો કર્યો. સવારે 6 વાગ્યે જ્યારે મારી મંગેતરે પોલીસ અધિકારીઓને ધરપકડ વોરંટ માટે પૂછ્યું, ત્યારે તેને એક રૂમમાં ખેંચી લેવામાં આવી અને ઇન્ચાર્જ SI સહિત ચાર પુરુષ અને ત્રણ મહિલા પોલીસ અધિકારીઓએ તેનાં કપડાં કાઢી નાખ્યા અને તેના પર હુમલો કર્યો. હું 30 મિનિટ સુધી ચીસો સાંભળતો રહ્યો. આ પછી મારી મંગેતરનીધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું- આર્મી ઓફિસર અને તેની મંગેતર નશામાં હતાં ભરતપુર પોલીસે જણાવ્યું કે આર્મી ઓફિસર અને તેની મંગેતર નશામાં હતાં. તેઓ 15 સપ્ટેમ્બરની રાત્રે ભરતપુર પોલીસ સ્ટેશન પહોંચ્યાં અને તોડફોડ કરી. કોમ્પ્યુટર અને ફર્નિચર તોડી નાખ્યું હતું. ફરજ પરના અધિકારીઓ પર પણ હુમલો કર્યો, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. મહિલા આયોગે તેની નોંધ લીધી રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલાની નોંધ લીધી છે. પંચે ઓડિશાના ડીજીપીને પત્ર લખીને 3 દિવસમાં એક્શન રિપોર્ટ માગ્યો છે. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવું પણ જણાવ્યું હતું. આમાં કોઈ વિલંબ ન થવો જોઈએ. તબીબી તપાસમાં પીડિતાના શારીરિક શોષણની પુષ્ટિ પીડિત મહિલા હાલમાં એઈમ્સ-ભુવનેશ્વરમાં સારવાર હેઠળ છે. તબીબી તપાસમાં પુષ્ટિ મળી છે કે તેના પર શારીરિક હુમલો થયો હતો. પોલીસ મહાનિર્દેશક વાયબી ખુરાનિયાએ આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. ઓડિશા પોલીસે જણાવ્યું હતું કે આ કેસના આરોપી ભરતપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર-ઈન્ચાર્જ (આઈસીસી) દિનકૃષ્ણ મિશ્રા, સબ-ઈન્સ્પેક્ટર બૈસાલિની પાંડા, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સલીલામોયી સાહુ અને સાગરિકા રથ અને કોન્સ્ટેબલ બલરામ હાંડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમાચાર પણ વાંચો... ઈન્દોરમાં આર્મી ઓફિસરો પર હુમલો, મિત્ર સાથે ગેંગરેપ:બંધક બનાવી 10 લાખ માગ્યા, છોકરીને ઝાડીઓમાં લઈ ગયા; 6 આરોપી, 2ની ધરપકડ મધ્યપ્રદેશના ઈન્દોરમાં સેનાના બે તાલીમાર્થી અધિકારી અને તેમના મિત્ર પર હુમલો, બંધક બનાવવા અને ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે આ ઘટના 10 સપ્ટેમ્બરના રોજ સવારે 2.30 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે અધિકારી ઇન્દોરના જામગેટની મુલાકાતે ગયા હતા. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.