સુરેન્દ્રનગર એસટી ડેપોના વિસ્તારથી 250 મીટરની ત્રિજ્યામાં ખાનગી વાહનોનાં અડીંગા - At This Time

સુરેન્દ્રનગર એસટી ડેપોના વિસ્તારથી 250 મીટરની ત્રિજ્યામાં ખાનગી વાહનોનાં અડીંગા


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ટ્રાફિક પોલીસ સહિતના જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી લોક માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા એસટી ડેપો વિસ્તારમાં તેમજ એસટી બસ સ્ટેન્ડની આજુ બાજુ ખાનગી વાહનો ઉભા રહીને મુસાફરોની ગેરકાયદે હેરીફેરી કરવાની સાથે એસટી નિગમને આર્થિક નુકસાન કરતા હોવાની રાવ ઉઠી છે આથી એસટી ડેપો અને એસટી બસ સ્ટેન્ડોની આજુ બાજુમાં ખાનગી વાહનો પાર્કિંગ ન કરે તે જરૂરી બન્યું છે ત્યારે જિલ્લાના સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા એસટી ડેપોના વિસ્તારથી 250 મીટરની ત્રિજ્યામાં તેમજ વઢવાણ, લખતર, સાયલા, ચોટીલા, થાનગઢ, મૂળી, સરા, બજાણા, પાટડી, દસાડા તેમજ રાજસીતાપુર એસટી સ્ટેન્ડના વિસ્તારથી 150 મીટરની ત્રિજ્યામાં ખાનગી વાહનો પર પ્રતિબંધ છે ખાનગી પેસેન્જર્સ વાહનો જેવા કે ટ્રક, ટેમ્પો, ડિલવરી વાહન, ખાનગી જીપકાર, મેટાડોર, ટેક્ષી, રિક્ષા, છકડો સહિતના વાહનો માટે નો પાર્કિંગ વિસ્તાર પણ જાહેર કરાયો છે પરંતુ આ સ્થળોએ ખાનગી વાહનો ઉભા રહી મુસાફરોને વાહનોમાં લઇ જતા હોવાની ફરિયાદો ઉઠતા મુસાફરો સાથે એસટી તંત્ર પણ પરેશાન બન્યું છે આ સ્થળોના વિસ્તારો પર ટ્રાફિક પોલીસ સહિતના જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઈ એન એચ સોલંકીએ જણાવ્યું કે સુરેન્દ્રનગર એસટી ડેપોની આજુ બાજુ અવાર નવાર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત બી ડિવિઝન પોલીસના કર્મીઓ, ટીઆરબી જવાનો આ સ્થળે ફરજ બજાવતા હોય છે અડચણરૂપ ખાનગી વાહનો સામે કાર્યવાહી કરાય છે જિલ્લામાં આ જગ્યાઓ પર નિયમોનો ભંગ થઇ રહ્યો છે જિલ્લાના સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા, ચોટીલા ઉપરાંત જિલ્લાના એસટી સ્ટેન્ડ જેમાં મૂળી, સાયલા, થાનગઢ, સરા, રાજસીતાપુર, બજાણા, પાટડી, દસાડા લખતર સહિતના સ્થળો પર ખાનગી વાહનોના અડીંગાઓ થતા હોવાની બૂમરાણો ઉઠી છે સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાંથી ખાનગી વાહન ચાલુકોના ડાઈવરો દ્વારા મુસાફરોને બસ સ્ટેન્ડમાંથી ખેંચી જતા હોવાની રાવ ઉઠી છે સુરેન્દ્રનગર શહેરનું જ્યારથી એસટી બસ સ્ટેન્ડનું નિર્માણ થયું ત્યારથી આ બસ સ્ટેન્ડ અવાર નવાર ચર્ચાઓમાં રહેલું છે જ્યારે સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં એસ.ટી ડેપોમાં એસટીના કર્મચારીઓ કે જવાબદાર વ્યક્તિઓ છે કે નહીં તેનો કોઈ ખ્યાલ આવતો નથી ત્યારે સુરેન્દ્રનગર શહેરના બસ સ્ટેન્ડમાં ખાનગી વાહનોના ચાલકો અમદાવાદ રાજકોટ લખતર લીમડી જેવા બુમરાડો પાડી અને પેસેન્જર પોતાના ખાનગી વાહનોમાં લઈ જાય છે આમ છતાં પણ સુરેન્દ્રનગર શહેરના એસટી બસ સ્ટેન્ડમાં અધિકારીઓ પણ આ બૂમરાડ સાંભળતા હોવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી કે તેને સૂચના આપવામાં આવતી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.