પ્રતિબંધિત ઇ-સીગારેટ હોમડીલીવરી કરવા નીકળેલો વેપારી ઝડપાયો - At This Time

પ્રતિબંધિત ઇ-સીગારેટ હોમડીલીવરી કરવા નીકળેલો વેપારી ઝડપાયો


અયોધ્યા ચોક પાસે આવેલ ગોકુલ એપાર્ટમેન્ટમાં રહેતો વેપારી પ્રતિબંધિત વિદેશી સીગારેટ અને વેપોનો જથ્થો શહેરના વેપારીઓને સપ્લાય કરે તે પહેલા જ એસઓજીની ટીમે દબોચી લઇ રૂા.53 હજારની ઇ-સીગારેટ કબ્જે કરી હતી. વેપારી ઇ-સીગારેટ મુંબઇથી મંગાવતો હોવાની કબુલાત આપી હતી.
દરોડાની વિગત મુજબ એસઓજી પીઆઇ ડી.સી. સાકરીયાની રાહબરીમાં પીએસઆઇ એમ.બી. માજીરાણા ટીમ સાથે પેટ્રોલીંગ હતા ત્યારે સાથેના હે.કોન્સ. ઇન્દ્રજીત જાડેજા અને દિગ્વિજયસિંહ ગોહિલને અયોધ્યા ચોક પાસે ગોકુલ એપાર્ટમેન્ટમાં રહેતો શખ્સ પ્રતિબંધિત વિદેશી સીગારેટનો જથ્થો રાખી શહેરમાં સપ્લાય કરવા જવાનો હોવાની મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે અયોધ્યા ચોક પાસે ગોકુલ એપાર્ટમેન્ટ નજીક વોચમાં હતા ત્યારે પસાર થતાં વેપારી મુકેશ હીરા ભારાણી (ઉ.વ. 51, રહે. ગોકુલ એપા. બ્લોક નં.401)ને પકડી તેની પાસે રહેલ થેલાની તપાસ કરતાં તેમાંથી વિદેશી સીગારેટ અને ઇ-સીગારેટ વેપનો જથ્થો મળી રૂા.53 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછતાછમાં તે પ્રતિબંધીત ઇ-સીગારેટ અને વેપ મુંબઇથી મંગાવતો હોવાની કબૂલાત આપી હતી. તે મહિનામાં ત્રણ વાર ટ્રાન્સપોર્ટ મારફતે ઇ-સીગારેટ મંગાવી ઓર્ડર મુજબ રાતના સમયે જ હોમ ડીલીવરી કરવા પોતે જ જતો હતો.
ઉલ્લેખનીય છે કે વિદેશી સિગારેટ દુબઇથી વાયા મુંબઇ થઇ રાજકોટ પહોંચતી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે ક્યાં-ક્યાં વેપારી ઇ-સીગારેટનો ધંધો કરે છે તે અંગે પણ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.