મારે તમારી દિકરી સાથે લગ્ન કરવા છે, તમે કેમ ના પાડો છો કહીં માતા-પુત્રી પર છરીથી હુમલો - At This Time

મારે તમારી દિકરી સાથે લગ્ન કરવા છે, તમે કેમ ના પાડો છો કહીં માતા-પુત્રી પર છરીથી હુમલો


ધરારીથી લગ્ન કરવા મામલે સતત બીજા દિવસે યુવતીના પરીવાર પર જીવલેણ હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે બગસરના શખ્સે મહિલાના પગ સળગાવી નાંખ્યા બાદ આજે માર્કેટીંગ યાર્ડની પાછળ મંચ્છાનગરમાં મારે તમારી દિકરી સાથે લગ્ન કરવા છે, તમે કેમ ના પાડો છો કહીં માતા-પુત્રી પર સગા ફઈના દિકરાના પુત્ર મિહિરે છરીથી હુમલો કરતાં લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે માર્કેટીંગ યાર્ડની પાછળ મચ્છાનગર મેઈન રોડ પર રહેતાં રેખાબેન કરણભાઈ સોનારા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મિહિર ભાનું કુગસીયા (રહે. પોપટપરા શેરી નં.5/15 નો ખૂણો) નું નામ આપી જણાવ્યું હતું કે, તેણીને સંતાનમાં બે પુત્રી છે. તેમજ સાતેક વર્ષ પહેલા તેમના પતિ કરણભાઈ સોનારા ગુજરી ગયેલ હતાં. તેમની એક પુત્રી છેલ્લા છ મહીનાથી એનસીસી ઓફીસર તરીકે ફરજ બજાવે છે.
આજે તેણી પુત્રી સાથે ઘરના ફળીયામાં સુતા હતા ત્યારે અચાનક નિંદર ઉડી જતા બાજુમાં જોયું તો બાજુના ખાટલામાં તેમના ફઈના દીકરાનો દીકરો મિહિર કુગશીયા ત્યાં બેસેલો હતો. જેથી તેઓ એકદમ ગભરાઈ ગયેલ અને તેને પુછેલ કે તું અહીંયા શુ કરે છે ? જેથી તેણે તેની પાસે રહેલ છરી બતાવેલ અને કહેલ કે, મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે તમે કેમ ના પાડો છો જેથી ત્યાં હાજર તેની પુત્રીએ પણ કહેલ કે, તું મારો પીછો છોડી દે મારે તારી સાથે લગ્ન નથી કરવા.તેમજ વધુમાં તેને જણાવેલ કે, પંદર દીવસ પહેલા પણ તેઓની પુત્રી જયારે કોલેજએ જતી હતી.
ત્યારે તે તેને રસ્તા વચ્ચે રોકીને હેરાન કરેલ અને લગ્ન કરવા માટે દબાણ કરેલ તે બાબત મારી પુત્રીએ કરેલ હતી અને તે બાબતે તારા પપ્પા સાથે વાત કરેલ છે કે, તું મારી પુત્રીને લગ્ન કરવા માટે વારંવાર હેરાન કરી દબાણ કરે છે.
તેમજ તમારી સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખવો નથી. એટલે તું મારી દીકરીઓ પીછો છોડી દે તેમજ મારી દીકરીએ પણ તેને જણાવેલ કે, મારે તારી સાથે લગ્ન કરવા નથી જેથી તું મારો પીછો છોડી દે આટલી વાત કરતા તે ખુબ જ ઉશ્કેરાઈ ગયેલ અને તેની પાસે રહેલ છરી કાઢીને બાવળાના ભાગે છરી મારી દીધેલ જેથી તેને રોકવાનો પ્રયાસ કરતાં આરોપીએ પડખાના ભાગે બે તેમજ ગોઠણથી નીચેના ભાગે એક છરીનો ઘા ઝીંકી દિધેલ હતો.
દરમિયાન તેઓની પુત્રીએ બચાવવાનો પ્રયાસ કરતા તેને પણ આરોપીએ ડાબા હાથના બાવળાના ભાગે અને પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દિધો હતો. બાદમાં માતા-પુત્રીએ બુમાબુમ કરતાં નજીકમાં રહેતાં પરિવારજનો દોડી આવ્યા હતાં અને આરોપી મિહિર જુના મકાનની સીડી તરફથી ભાગી ગયેલ હતો. બાદમાં તેઓને માતા-પુત્રીને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ હતાં.
વધુમાં ફરિયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, તેઓ અને આરોપી મીહીરના પિતા ભાનુભાઈ મામા - ફઈના ભાઈ - બહેન થતા હોય અને અરોપીની ચાલ-ચાલન સારુ ન હતી. તેમજ તેમની પુત્રી સાથે આરોપીને લગ્ન કરવા હોય જેની ના પાડતાં છરીથી હુમલો કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ એસ.એમ.જાડેજા અને ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.