સાબરકાંઠા જિલ્લાની યશ કલગીમાં નવું મોરપંખ ઉમેરાયું - At This Time

સાબરકાંઠા જિલ્લાની યશ કલગીમાં નવું મોરપંખ ઉમેરાયું


સાબરકાંઠા જિલ્લાની યશ કલગીમાં નવું મોરપંખ ઉમેરાયું
 
રાષ્ટ્રપતિના હસ્તે સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેને ‘ભૂમિ સન્માન’ એવોર્ડથી સન્માનિત કરાયા
 
    સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેને દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કેંદ્ર સરકારના ગ્રામિણ વિકાસ મંત્રાલય દ્રારા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ‘ભૂમિ સન્માન’ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
 
     આઝાદીના અમૃત વર્ષ પ્રસંગે દેશના વિવિધ રાજ્યોના  જિલ્લાના કલેક્ટરશ્રીઓને તેમની ટીમને જમીનના નકશાઓને મોર્ડન સ્વરૂપ આપી ડીઝીટલ ઇન્ડીયાને પ્રોત્સાહિત કરવા માટે આ “ભુમિ સન્માન” થી સન્માનીત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના ૬ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  
      આ સન્માન માટે ૬ જેટલા માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા . જેમાં લેન્ડ રેકોર્ડનું કોમ્પ્યુટરાઈઝેશન, કેડસ્ટ્રલ મેપ્સ ડિજિટાઇઝેશન, કેડેસ્ટ્રલ મેપ્સ સાથે લીંકેજ, રજીસ્ટ્રેશન નુ કોમ્પ્યુટરાઈઝેશન ,  લેન્ડ રેકોર્ડ(મહેસુલ કચેરી) સાથે નોંધણીનું એકીકરણ, સાથે આધુનિક રેકોર્ડ રૂમ જેવી વ્યવસ્થાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ તમામ સુવિધાઓ આપણા જિલ્લાએ ૯૯% બેન્ચમાર્ક હાંસલ કરીને પ્લેટીનમ  શ્રેણી હાંસલ કરી જિલ્લા સમાહર્તાએ આ એવોર્ડ મેળવ્યો અને સાબરકાંઠા જિલ્લાની ટીમનું સન્માન કરાયુ હતું.
     આ ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડસ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ  DILRMP  યોજના અંતર્ગત મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઇન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. મિલકત સંબંધિત લેવડ-દેવડના દસ્તાવેજ નોંધણીની કામગીરી પણ કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવી છે. તેમાં પારદર્શિતા જાળવવાના હેતુથી તમામ રેકોર્ડ અધ્યતન અને ડિજિટાઇઝ્ડ કરી પોર્ટલ પર મૂકવામાં આવ્યા છે.   
       આ ડિજિટલાઇઝેશન કારણે સમય શક્તિ અને નાણાંનો બચાવ થશે. પારદર્શિતા વધશે. જમીન સાથે સંકળાયેલ કાર્યોમાં, સરકારી વિભાગોમાં યોજનાઓના અમલીકરણ અને દેશના વિકાસમાં સકારાત્મક પ્રભાવ પડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.