રાજુલા પૂજાબાપુ ગૌશાળા તેમજ રાજુલા મોક્ષ ધામના લાભાર્થે જન્માષ્ટમી પર્વ પર લોકમેળો યોજાશે - At This Time

રાજુલા પૂજાબાપુ ગૌશાળા તેમજ રાજુલા મોક્ષ ધામના લાભાર્થે જન્માષ્ટમી પર્વ પર લોકમેળો યોજાશે


યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા પૂજાબાપુ ગૌશાળા તેમજ રાજુલા મોક્ષ ધામના લાભાર્થે જન્માષ્ટમી પર્વ પર લોકમેળો યોજાશે

રાજુલા રુદ્ર ગણ સતત ૧૨ વર્ષથી મેળાનું આયોજન કરે છે

મેળાનું મુખ્ય હતું ગૌશાળાના લાભાર્થે....

પુજાબાપુ ગૌશાળાના લાભાર્થે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રાજુલામાં ગૌશાળા તેમજ મોક્ષ ધામ લાભાર્થે જન્માષ્ટમી પર્વ પર લોકમેળો યોજાશે
રાજુલા શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેરમાં છેલ્લા સતત 12 વર્ષોથી પૂજાબાપુ ગૌશાળાના લાભાર્થે લોકમેળો જન્માષ્ટમીના તહેવારોમાં કરવામાં આવે છે અને જે આવક થાય છે તે તમામ ગૌશાળ-માં વાપરવામાં આવે છે અત્યાર સુધીમાં અનેક વિકાસ કામ પૂજા બાપુ ગૌશાળામાં કરવામાં આવ્યા છે અને ગાયોની સેવા અંધ અપંગ અને કેન્સર ગ્રંથ નિરાધાર ગાયોની સેવા કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ રુદ્રગણ દ્વારા માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડમાં આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ લોક મેળો જન્માષ્ટમીના તહેવારીમાં તા.૨૨/૦૮ થી ૨૮/૦૮ સાત દિવસ સુધી આ લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે "રુદ્રગણ" ના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ લોક મેળામાં વિવિધ રાઈડ તેમજ કલાત્મક શણગાર સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.આ હાલ આખરી ઓપ આપવા માટે રાજુલા રુદ્ર ગણની તમામ ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.