પૂર્વ કરછ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બોટાદ મા થયેલ લઠ્ઠાકાંડ નિમિતે અંજાર પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે સૂત્રોચાર કરી આવેદન પાઠવવા મા આવેલ
આજ રોજ આમ આદમી પાર્ટી પૂર્વ કરછ દ્વારા બોટાદ જિલ્લા મા દેશી દારૂ પીવાથી અખબારી અહેવાલ મુજબ ૪૮ લોકો ના અકાળે મૃત્યુ પામ્યા છે તેના વિરોધ મા પૂર્વ કરછ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર ઠક્કર, જિલ્લા મહિલા છાયાબેન ચૌહાણ, જિલ્લા ઉપાધ્યક્ષ બિ. ટી.મહેશ્વરી,જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ પિન્કીબેન આહીર ની આગેવાની હેઠળ અંજાર ચિત્રકૂટ સર્કલ થી પ્રાંત કચેરી અંજાર સુધી વિવિધ સૂત્રોચાર સાથે રેલી સ્વરૂપે આવેદન પાઠવવા મા આવેલ હતું. ગુજરાત મા દારૂબંધી નો નિષેધ હોવા છતાં ગુજરાત મા દારૂ દરેક જિલ્લા તેમજ ગામડા મા સહેલાઇ થી મળી રહ્યો છે.દેશી દારૂ ની લતે ચડેલા બોટાદ, બરનાળા,રોજીદ તેમજ આસપાસ ના ગામ માં ૪૮ લોકો નો જીવનદીપ બુઝાઈ ગયો છે તેમજ હજી પણ ૭૦ ની આસપાસ સારવાર હેઠળ હોતા અનેક પરિવારો નો મા વિખેરાઈ ગયો છે ત્યારે આની સંપૂર્ણ જવાબદારી ગુજરાત ના મુખ્યમંત્રી તેમજ ગ્રહમંત્રી પર આવેછે પરંતુ કહેવાતું આ સંવેદન શીલ સરકાર હોસ્પિટલ મા દાખલ થયેલ દર્દીઓ ની હાલત છે તેની પણ તસ્દી લીધી નથી જ્યારે ગુજરાત ના પ્રવાસે આવેલ દિલ્હી ના મુખ્યમંત્રી તેમજ આપ ના સંયોજક પોતાના ટૂંકા ગાળામાં પણ દર્દીઓ ના ખબર અંતર પૂછવા ગયેલ હતા.આપ ના કાર્યકરો દ્વારા દારૂબંધી ના કાયદા ની અમલવારી મા નિષ્ફળ નીવડેલ ગુજરાત મુખ્યમંત્રી તેમજ ગ્રહ્રરાજ્ય મંત્રી રાજીનામું આપે તે વું આવેદન પત્ર પ્રાંત કચેરી અંજાર ને રાજ્યપાલ સુધી પહોચાડવા માટે પાઠવવામાં આવેલ હતું. ગુ. પ્ર. ઓબિસી સેલ સહ સંગઠન મંત્રી ભરત મ્યાત્રા, ગુ. પ્ર. માઈનોરિટી ઉપાધ્યક્ષ અંસારી.રાજેશ છાંગા, રાજુ લાખાણી,રેખાબેન કેવલરામાણી, શામજી આહીર, ડો. કાયનાત અંસારી,મીનાક્ષી ત્યાગી,વિનોદ સુઢા, રાયશી દેવરિયા,મહેશ કેવલરામાણી,રેખાબેન,સુરેશ ઘેડા,મનોજ દેવરિયા,હરી આહીર,રમેશ વણકર, અનવર પઠાણ,જીતેશ વરું,સુલતાન ખલીફા,શામજી છાંગા,ઇમરાન કુંભાર,હિતેશ સોની,અમૃત રાઠોડ,રવી શંકર શ્રીમાળી,મયુરસિહ જાડેજા, નવીન આહીર ઉપસ્થિત રહેલ હતા તેવું પૂર્વ કરછ જિલ્લા પ્રવકતા જીતેન્દ્ર ચોટારા એ જણાવેલ હતું.
રિપોર્ટ-દિપક આહીર
એટ ધીસ ટાઈમ ન્યૂઝ ભચાઉ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.