કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ને અતિવૃષ્ટિ ને લઈને પશુઓ માટે તાત્કાલિક ધોરણે ઘાસચારો ખાણદાણ દવાઓ આપવા ગૌશાળા પાંજરાપોળ ને વિશેષ પેકેજ આપવા
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ને અતિવૃષ્ટિ ને લઈને પશુઓ માટે તાત્કાલિક ધોરણે ઘાસચારો ખાણદાણ દવાઓ આપવા
ગૌશાળા પાંજરાપોળ ને વિશેષ પેકેજ આપવા
શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન રાજકોટ દ્વારા રૂબરૂ મળી રજૂઆત કરાઇ
રાજકોટ કૃષિમંત્રી પશુ પાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ ને અતિવૃષ્ટિ ને લઈને પશુઓ માટે તાત્કાલિક ધોરણે ઘાસચારો ખાણદાણ દવાઓ આપવા બાબતે ગુજરાતની તમામ ગૌશાળા પાંજરાપોળ ને વિશેષ પેકેજ આપવા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન રાજકોટ દ્વારા રૂબરૂ મળી રજૂઆત કરાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સમગ્ર ગુજરાતની અંદર ભારે થી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ભયંકર પૂરનીં પરિસ્થિતિ સર્જાણી છે ત્યારે ઘણી જગ્યાએ પશુપાલકોએ ગૌશાળા પાંજરાપોળ દ્વારા સંઘરેલો ઘાસચારો ખાણદાણ પલ્લી ગયેલ છે અથવા તો પુર ના પાણીમા તણાઈ ગયેલ છે અને જમીન ઉપર ઉગેલો ઘાસચારો ઉપર પૂરના પાણી ફરી વળવાથી સંપૂર્ણપણે ઘાસચારો પણ નાશ પામેલ છે અને વિકટ પરિસ્થિતિ સર્જાણી છે જેના કારણે મૂંગા પશુઓ ઢોર ઢાખર ને ભૂખમરાનું જોખમ ઉભુ થઈ શકે છે જો સમયસર આ મૂંગા પશુઓને ઘાસચારો ખોરાક અને દવાઓ ના મળે તો મોટા પાયે મૂંગા પશુધનના મોત નીપજે તેમ છે અને પશુપાલકો ખૂબ મોટી વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે જેથી ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે દરેક જિલ્લામાં જ્યાં જ્યાં પૂરના પાણી ફરી વળ્યા છે ત્યાં તાત્કાલિક ધોરણે ઘાસચારો ખાણ દાણ, દવાઓ ના ડેપો ખોલી તાત્કાલિક ધોરણે આ બાબતે કાર્યવાહી કરવામાં આવે અને જો મૂંગા પશુઓ માટે તાત્કાલિક ધોરણે ઉપરોક્ત વ્યવસ્થા ઉભી નહીં કરવામાં આવે તો ભૂખમરાથી અને રોગ ચાળા થી મોટી સંખ્યામાં મૂંગા પશુધનના મોત નીપજે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે, ગુજરાત સરકારે આ બાબતને જરૂરિયાત મુજબ તાત્કાલિક ધોરણે ઘાસચારો ખાણદાણ દવાઓ આપવા બાબત તેમજ ગુજરાતની તમામ ગૌશાળા-પાંજરાપોળોને વિશેષ પેકેજ આપવા બાબતે રૂબરૂ મળી શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનિમલ હેલ્પલાઇન, રાજકોટ) દ્વારા રૂબરૂ મળી રજૂઆત કરાઈ હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.