17 વર્ષીય સગીરાનું અપહરણ કરી ચોટીલા-જસદણ લઇ જઈ દુષ્કર્મ ગુજારતો શખસ ઝડપાયો
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા જે 150 ફૂટ રીંગરોડ પર આવેલ રામપીર ચોકડી પાસેના એક કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી. દરમિયાન સગીરા બે વર્ષ પહેલાં જૂનાગઢ ગિરનારમાં યોજાતી પરિક્રમામાં ગઈ હતી.ત્યારે આરોપી ધર્મેશ ઉર્ફે ધવલ રમેશ બેરાણી (ઉ.વ.21),(રહે. બોટાદ રોડ, વિંછીયા) સાથે આંખ મળી ગઈ હતી અને બંનેએ એકબીજાના નંબરની આપ-લે કરી હતી. બાદમાં બંને એકબીજા સાથે ફોનમાં વાતચીત કરતાં હતાં.દરમિયાન સગીરાના પરિવારજનોના હાથમાં મોબાઈલ આવતાં ભાંડો ફૂટ્યો હતો અને તેણી પાસેથી મોબાઈલ ઝુંટવી લીધો હતો. થોડા દિવસ પહેલાં સગીરા ઘરેથી પોતાની નોકરી પર જાય છે એવું કહીં નીકળી હતી. પરંતુ તે મોડી રાત સુધી ઘરે ન આવતાં તેની શોધખોળ શરૂ કરી હતી. પુત્રીનો ક્યાંય પતો ન મળતાં અંતે પોલીસને જાણ કરતાં યુનિ. પોલીસે અપહરણનો ગુનો નોંધાયો હતો.
આ બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસ દ્વારા સગીરાનું અપહરણ કરી નાસી છૂટનાર આરોપી ધર્મેશ ઉર્ફે ધવલ બેરાણીની ધરપકડ કરી સગીરાને મુક્ત કરાવી હતી. જે બાદ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતાં તેની સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું.જે બાદ સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપી તેને અહીંથી ભગાડી ચોટીલા લઈ ગયો હતો અને ત્યાંથી જસદણ રહેતાં તેના મામાના ઘરે લઈ જઈ 2 વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી આરોપી સામે અપહરણ, પોકસો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
